ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ  (rcb) જીતની હેટ્રિક લગાવી ચૂકી છે. આરસીબીએ 4થી મેના રોજ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સને 4 વિકેટથી હરાવી દીધુ હતું. આરસીબીએ આ જીત સાથે જ પ્લેઓફમાં પહોંચવાની સંભાવનાઓ પણ જાળવી રાખી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ તો જીતની હેટ્રિક છતાં આરસીબીની પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ જોવા મળી રહ્યો છે. ફાફ ડુ પ્લેસિસના નેતૃત્વવાળી આરસીબી હાલ 11 મેચમાં 8 અંક મેળવી ચૂકી છે અને તેની નેટ રનરેટ પણ માઈનસ (-0.049)માં છે. જો આરસીબી પોતાની બાકી ત્રણ મેચ જીતી જાય તો તે વધુમાં વધુ 14 પોઈન્ટ મેળવી શકે છે. આરસીબીએ પંજાબ કિંગ્સ(PBKS), દિલ્હી  કેપિટલ્સ (DC) અને ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK) સામે મેચો રમવાની છે. 


પ્લેઓફમાં આ રીતે પહોંચી શકે આરસીબી
પ્લેઓફમાં પહોંચવા માટે આરસીબીએ બાકીની ત્રણેય મેચો જીતવી પડશે. આ સાથે જ તેણે આશા રાખવી પડશે કે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) કે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)માંથી કોઈ એક ટીમ વધુમાં વધુ એક મેચ જીતે. હૈદરાબાદના 10 મેચમાં 12 પોઈન્ટ અને લખનઉના 11 મેચમાં 12 અંક છે. આરસીબીએ એ પણ આશા રાખવી પડશે કે ચેન્નાઈ સુપર કિંગ્સ એક અને દિલ્હી કેપિટલ્સ બેથી વધુ મેચ ન જીતે. સીએસકેના 11 મેચમાં 12 અને દિલ્હીના 11 મેચમાં 10 પોઈન્ટ છે. 


પોઈન્ટ ટેબલ
જો આમ થાય તો પાંચ ટીમો 14-14 પોઈન્ટ સાથે બરાબારી પર આવી જશે. જેનાથી નેટ રનરેટ મહત્વનો બની જશે. આમ તો આરસીબી 12 અંક સાથે પણ પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે. જો આરસીબી એક પણ મેચ હારી જાય તો તેણે આશા રાખવી પડશે કે દિલ્હી, ચેન્નાઈ, પંજાબ, લખનઉ, અને હૈદરાબાદ 12થી વધુ પોઈન્ટ ન મેળવે. ત્યારે જઈને રેનરેટ દ્વારા નિર્ણય લેવાશે. 


મુંબઈ માટે પ્લેઓફનું ગણિત
પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ પણ પ્લેઓફની રેસમાંથી હજુ સંપૂર્ણ બહાર થઈ નથી. જો કે તેનું પ્લેઓફમાં પહોંચવું ખુબ મુશ્કેલ છે. મુંબઈ ઈન્ડિયન્સના 11 મેચમાં 6 અંક છે અને તે વધુમાં વધુ 12 પોઈન્ટ સુધી પહોંચી શકે. મુંબઈએ સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચ જીતવી પડશે. 


આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સે આશા રાખવી પડશે કે સનરાઈઝર્સ હૈદરાબાદ, અને લખનઉ સુપર જાયન્ટ્સને હવે હાલની સીઝનમાં એક પણ જીત ન મળે. આ રીતે ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાની બાકીની ત્રણેય મેચો હારે. આ સાથે જ દિલ્હી કેપિટલ્સને પણ એકથી વધુ જીત ન મળે તો ચાન્સ રહે. જ્યારે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ પણ બેથી વધુ મેચ ન જીતે. જો આમ થાય તો છ ટીમોને એક સરખા 12 અંક મળશે અને નેટ રનરેટ દ્વારા નિર્ણય લેવાશે. 


બે ટીમો લગભગ પાક્કી!
કોલકાતા નાઈટ રાઈડર્સે લખનઉ સુપર જાયટન્સ સામેની મેચ જીત્યા બાદ પોઈન્ટ ટેબલમાં પહેલો નંબર મેળવી લીધો છે. કેકેઆરના આમ તો રાજસ્થાન રોયલ્સની જેમ 16 અંક છે. પરંતુ તે 1.453 રનરેટ સાથે રાજસ્થાન રોયલ્સ (0.6222) કરતા સારી સ્થિતિમાં છે. આથી આઈપીએલ 2024ના પ્લેઓફમાં કોલકાતા રમે તે નક્કી માનવામાં આવી રહ્યું છે. રાજસ્થાન રોયલ્સની પણ લગભગ જગ્યા પાક્કી જ કહી શકાય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube