નવી દિલ્હીઃ IPL 2024 Playoffs Scenario: ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024માં 39 મેચ રમાઈ ચૂકી છે. અહીંથી પ્લેઓફમાં પહોંચનારી ટીમોની રેસ રસપ્રદ બનવાની છે. રાજસ્થાન રોયલ્ટની ટીમ પ્લેઓફ માટે ક્વોલીફાઈ કરવાથી માત્ર એક જીત દૂર છે. ટીમ હવે એક મેચ જીતે તો તેની પ્લેઓફની ટિકિટ કન્ફર્મ થઈ જશે. તો રોયલ ચેલેન્જર્સ માટે પ્લેઓફમાં પહોંચવું અસંભવ લાગી રહ્યું છે. માત્ર આરસીબી જ નહીં મુંબઈ ઈન્ડિયન્સ સહિત આ ટીમો પણ એવી છે, જેના પર ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનું સંકટ છવાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RCBની હાલત ખરાબ
ફાફ ડુ પ્લેસીની આગેવાનીમાં આઈપીએલ રમી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરીની ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. પંજાબ કિંગ્સ વિરુદ્ધ મેચને છોડી દો તો ટીમને 8માંથી 7 મેચમાં હાર મળી છે. આરસીબીએ હવે છ મેચ રમવાની બાકી છે. જો આરસીબીએ પ્લેઓફની રેસમાં રહેવું હોય તો બાકીની બધી મેચ જીતવી પડશે અને નેટ રનરેટ પણ સુધારવી પડશે. જો આરસીબી આમ કરવામાં સફળ થાય તો પણ અન્ય ટીમોના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. કારણ કે એક ટીમે ક્વોલીફાઈ કરવા માટે લગભગ 16 પોઈન્ટની જરૂર પડે છે. પરંતુ આરસીબી 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. તેવામાં આરસીબી માટે પ્લેઓફમાં પહોંચવું અસંભવ લાગી રહ્યું છે. 


આ પણ વાંચોઃ ધોની સહિત અનેક ખેલાડીઓને થયો હતો હોટલમાં ભૂત હોવાનો અહેસાસ, જાણો ડરામણા કિસ્સા


આ ટીમો પણ થઈ શકે છે બહાર
આરસીબી સિવાય મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ પર પણ બહાર થવાનો ખતરો છે. પંજાબ કિંગ્સના 8 મેચમાં બે જીત સાથે માત્ર 4 પોઈન્ટ છે. ટીમે આગામી બધી મેચ જીતવી પડશે. આ સિવાય મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સે 8 મેચ રમી છે અને ત્રણ જીત મેળવી છે. બંનેના છ-છ પોઈન્ટ છે. આ બંને ટીમોએ પણ પોતાની બાકી મેચમાં જીત મેળવવી પડશે. પરંતુ બંને ટીમના વર્તમાન પ્રદર્શનને જોતા સ્થિતિ મુશ્કેલ જરૂર લાગી રહી છે.


IPL-2024 (અત્યાર સુધી રમાયેલી મેચોનું પોઈન્ટ ટેબલ)


આ ટીમ સૌથી આગળ
પ્લેઓફની રેસમાં રાજસ્થાન રોયલ્સ સૌથી આગળ છે. રાજસ્થાનના 8 મેચમાં 7 જીત સાથે 14 પોઈન્ટ છે. એટલે કે રાજસ્થાને એક પગ લગભગ પ્લેઓફમાં મૂકી દીધો છે. જ્યારે કોલકત્તા નાઈટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદના 7-7 મેચમાં 5 જીત સાથે 10-10 પોઈન્ટ છે. આ બંને ટીમ સારા ફોર્મમાં છે. તેવામાં બંને પ્લેઓફમાં સરળતાથી પહોંચી શકે છે. 


લખનૌ સુપર જાયન્ટ્સે અત્યાર સુધી 8 મેચ રમી છે અને તે 10 પોઈન્ટ સાથે ટેબલમાં ચોથા સ્થાને છે. લખનૌ પણ પોતાની બાકી છ મેચમાં ત્રણ જીતે તો તેને પણ પ્લેઓફની ટિકિટ મળી શકે છે. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ 4 જીત અને 8 પોઈન્ટ સાથે ટેબલમાં પાંચમાં સ્થાને છે. જ્યારે ગુજરાત ટાઈટન્સના પણ આઠ પોઈન્ટ છે. આ ટીમોએ પ્લેઓફમાં પહોંચવા ઓછામાં ઓછી 4 મેચમાં જીત મેળવવી પડશે.