SRH vs LSG: આજની IPL મેચ પર સંકટના વાદળો, રદ થઇ તો શું થશે? કોને ફાયદો કોને નુકસાન
SRH vs LSG Weather Report: આઇપીએલ 2024 ના 57મા મુકાબલામાં લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદ્વાબાદની ટક્કર છે. આજે (8મે) થનાર આ મેચ પર વરસાદનો પડછાયો મંડરાઇ રહ્યો છે. હૈદ્રાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે.
SRH vs LSG Rain Prediction: જેમ જેમ આઇપીએલ 2024 પોતાના અંતિમ તબક્કામાં પહોંચી રહ્યો છે તેમ તેમ પ્લેઓફની રેસ પણ રસપ્રદ થતી જાય છે. આ સીઝનમાં 56 મેચો રમાઇ ચૂકી છે પરંતુ કોઇપણ ટીમ પ્લેઓફની ટિકીટ કપાવી શકી નથી. આઇપીએલ 2024 ના 57મા મુકાબલામાં લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદ્રાબાદની ટક્કર છે.
Amit Shah Video: પ્યોર ગુજરાતી સ્ટાઇલમાં યુવકે બૂમ પાડી, ઓય અમિત કાકા...અને પછી...
Bihar Hill Station: શિમલા-મનાલી અને આબુ સાપુતારા ખૂબ ફર્યા, પણ બિહારના હિલ સ્ટેશન જોયા વિના વગર નકામું છે જીવન
આજે (8મે) યોજાનાર મેચ પર વરસાદનો ખતરો મંડરાઇ રહ્યો છે. હૈદ્રાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. બંને ટીમો પ્લેઓફની રેસમાં છે. બંને ટીમો 12-12 પોઇન્ટ છે. હવે સવાલ એ છે કે જો મેચ વરસાદના કારણે ધોવાય જાય છે તો શું થશે? એવામાં કઇ ટીમને ફાયદો અને કઇ ટીમને નુકસાન થશે. આવો જાણીએ મેચ દરમિયાન હવામાન કેવું રહેશે?
ગંભીર સાઇડ ઇફેક્ટ બાદ મોટો ફેંસલો, AstraZeneca એ પરત મંગાવ્યો કોવિશિલ્ડનો જથ્થો
આંધી-તૂફાન ઔર બારીશ: વાવાઝોડાએ તારાજી સર્જી, 7 લોકોના મોત, હજુ 4 દિવસ ભારે
મેચના સમયે કેવું રહેશે હવામાન?
હાલ હૈદ્રાબાદમાં ભારે વરસાદ છે. એવામાં ફેન્સનું ટેન્શન વધી ગયું છે. પોતાની ફેવરિટ ટીમને જીતતા જોઇ દરેક ફેન માટે સ્પેશિયલ ફિલિંગ થાય છે. AccuWeather ના રિપોર્ટના અનુસાર 8 મે (બુધવાર) સાંજે 5 વાગ્યાથી વરસાદની સંભાવના છે અને કેટલાક સ્થળો પર ગરર્જના સાથે વરસાદ પડી શકે છે. મેચના દિવસે વરસાદની 40 ટકા સંભાવના છે અને તાપમાન 28 ડિગ્રીની આસપાસ રહેવાની આશા છે. ભેજ 62 ટકા આસપાસ રહેશે. તમને જણાવી દઈએ કે ગઈકાલે સ્ટેડિયમમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જો કે, મેચ સમયે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ જો વરસાદ થશે તો ચાહકોની મજા ચોક્કસ બગડી જશે.
રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા, 323 રૂપિયાથી તૂટી 17 રૂપિયા થઇ ગયો ભાવ
Alert: સરકારી બેંકે ગ્રાહકોને જાહેર કર્યું એલર્ટ, 1 મહિનામાં બંધ થઇ જશે આવા એકાઉન્ટ!
વરસાદથી મેચ ધોવાય જાય તો શું થશે?
મેચના સમયે જો વરસાદ થાય છે તો કુલ ઓવર રમાઇ શકે છે, જેથી જીત-હાર્નો નિર્ણય થઇ જશે, પરંતુ જો મેચમાં એકપણ બોલ નહી પડે તો એવામાં બંને ટીમોને 1-1 પોઇન્ટ આવ્યા હતા. એવામાંમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના 13-13 પોઈન્ટ હશે અને ટીમ પોઈન્ટ ટેબલમાં ઉપર જશે.
ઇશા અંબાણીનો ડ્રેસ જોઇ વિદેશીઓના મોંઢા ખુલ્લા રહી ગયા, આ ડ્રેસમાં છુપાયેલું છે આ રાજ
સડેલા ચોખા, સડેલા નારિયેળ, લાકડાનું ભુસૂં અને એસિડમાંથી બનાવતા હતા ગરમ મસાલા
કોને ફાયદો અને કોને નુકસાન?
વરસાદના લીધે મેચ ધોવાય જાય છે તો ચેન્નઇ સુપર કિંગસને ભારે નુકસાન થશે. ચેન્નઇની ટીમ અત્યારે ત્રીજા નંબર છે, પરંતુ લખનઉ અને હૈદ્રાબાદના 13-13 પોઇન્ટ બાદ CSK 5મા નંબર પર પહોંચી જશે. ચેન્નાઈ સુપર કિંગ્સના 12 પોઈન્ટ છે. 1-1 પોઈન્ટ સાથે લખનૌની ટીમ ટેબલમાં ચોથા સ્થાને અને હૈદરાબાદ ત્રીજા સ્થાને પહોંચી જશે. દિલ્હી કેપિટલ્સ પણ એક સ્થાન ઘટીને છઠ્ઠા સ્થાને આવી જશે. દિલ્હીના પણ 12 પોઈન્ટ છે.