Virat Kohli bags big T20 Record: વિરાટ કોહલીએ 2 મહિનાથી વધુ સમય બાદ ક્રિકેટના મેદાનમાં પર કમબેક કરતા પોતાની પહેલી જ મેચમાં કમાલ કરી દીધો. તેમણે ટી20 ક્રિકેટમાં પોતાના નામે એક મોટો  રેકોર્ડ બનાવી દીધો. IPL 2024ની પેહલી મેચ જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ તેમાં કોહલીએ 6 રન બનાવતા જ પોતાના નામે ટી20 નો મોટો રેકોર્ડ બનાવ્યો. આજ સુધી કોઈ પણ ભારતીય ખેલાડી આ મુકામ સુધી પહોંચ્યો નથી. કોહલીએ ટી20 ફોર્મેટમાં 12000 રન પૂરા કર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાવ્યો રેકોર્ડ
વિરાટ કોહલીએ આ મેચમાં 6 રન સાથે જ ટી20 માં પોતાના 12000 રન પૂરા કરી લીધા છે. આ મુકામ સુધી પહોંચનાર તે પહેલા ભારતીય ક્રિકેટર છે. આ અગાઉ આવું કોઈ પણ ભારતીય ક્રિકેટર કરી શક્યા નથી. કોહલીએ આ મુકામ સુધી પહોંચવા માટે 360 ઈનિંગ ખેલી. આ સાથે જ તે ઝડપથી 12000 રન પૂરા કરનાર બીજા બેટર બન્યા છે. તેમની આગળ ક્રિસ ગેઈલ છે. જેણે આ કમાલ 345 ઈનિંગમાં કર્યો છે. જો કે આ મેચમાં મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળતા મળી છે. વિરાટ કોહલી 21 રન કરીને પેવેલિયન ભેગા થયા. 


ટી20માં સૌથી વધુ રન કરનાર ભારતીય
વિરાટ કોહલી- 12015 રન
રોહિત શર્મા- 11156 રન
શિખર ધવન- 9465 રન
સુરેશ રૈના- 8654 રન
કે એલ રાહુલ- 7066 રન


દિગ્ગજોની ક્લબમાં જોડાયા
વિરાટ કોહલી આ રેકોર્ડ સાથે ક્રિસ ગેઈલ, કાયરન પોલાર્ડ, અને ડેવિડ વોર્નર જેવા  દિગ્ગજોની ક્લબમાં સામેલ થયા છે. જે ટી 20 ફોર્મેટમાં 12000 કે તેનાથી વધુ રનનો આંકડો સ્પર્શવામાં સફળ રહ્યા છે. આ ફોર્મેટમાં સૌથી વધુ રન ક્રિસ ગેઈલના નામે છે. તેમણે 14562 રન કર્યા છે. જ્યારે પાકિસ્તાનના બેટર શોએબ મલિક 13360 રન સાથે બીજા નંબરે છે. કાયરન પોલાર્ડ ત્રીજા નંબરે છે જેણે 12900 રન કર્યા છે. 


ટી20માં સૌથી વધુ રન કરનારા બેટર્સ
ક્રિસ ગેઈલ- 14562 રન
શોએબ મલિક- 13360 રન
કાયરન પોલાર્ડ-12900 રન
એલેક્સ હેલ્સ- 12225 રન
ડેવિડ વોર્નર- 12065 રન
વિરાટ કોહલી-12015 રન