આઈપીએલ 2024 ટુર્નામેન્ટ આવતી કાલથી શરૂ થઈ રહી છે. વિદેશી ક્રિકેટરો પણ હવે ભારત પહોંચી રહ્યા છે. આવામાં દક્ષિણ આફ્રિકાથી એક ક્રિકેટર ભારત પહોંચ્યા. અને તેણે આવીને તરત જ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ પણ શેર કરીને જય શ્રીરામ પણ લખ્યું. અત્રે જણાવવાનું કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનની શરૂઆત 22 માર્ચથી થઈ રહી છે. ઓપનિંગ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. 


દક્ષિણ આફ્રિકી ક્રિકેટર પહોંચ્યો અયોધ્યા
આઈપીએલ શરૂ થાય તે પહેલા દક્ષિણ આફ્રિકી ક્રિકેટર કેશવ મહારાજ અયોધ્યા પહોંચ્યા. જ્યાં તેમણે રામલલાના દર્શન કર્યા. કેશવ મહારાજે તસવીર અને સાથે વીડિયો પણ શેર કર્યા છે. કેશવ મહારાજે કેપ્શનમાં લખ્યું છે જય શ્રી રામ. સાથે હાથ જોડવાની ઈમોજી પણ લગાવી છે. તેઓ અયોધ્યા પહોંચ્યા અને ભગવાન રામના દર્શન કર્યા. આ દરમિયાન કેશવ મહારાજ સાથે એલએસજીના કોચ જસ્ટિન લેંગર, જહોન્ટી રોડ્સ અને રવિ બિશ્નોઈ પણ હતા. એલએસજીના એકાઉન્ટથી પણ આ તસવીરો શેર કરાઈ છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube