હાર્દિક પંડ્યા નહીં તો પછી કોણ? આ 3 ખેલાડીમાંથી કોઈ એક બની શકે ગુજરાત ટાઈટન્સનો આગામી કેપ્ટન
IPL 2024: ટ્રેડ વિન્ડોમાં અત્યાર સુધીમાં દેવદત્ત પડિક્કલ, આવેશ ખાન, અને રોમારિયો શેફર્ડ પોતાની ટીમ બદલી ચૂક્યા છે. જો કે સમાચાર તો કઈક એવા પણ આવી રહ્યા છે કે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન અને ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાની જૂની ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ જોઈન કરવાના છે. જો ડીલ ફાઈનલ થાય તો તેમને ગુજરાત થી મુંબઈ ટ્રેડ કરવામાં આવશે.
ટ્રેડ વિન્ડોમાં અત્યાર સુધીમાં દેવદત્ત પડિક્કલ, આવેશ ખાન, અને રોમારિયો શેફર્ડ પોતાની ટીમ બદલી ચૂક્યા છે. જો કે સમાચાર તો કઈક એવા પણ આવી રહ્યા છે કે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન અને ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાની જૂની ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ જોઈન કરવાના છે. જો ડીલ ફાઈનલ થાય તો તેમને ગુજરાત થી મુંબઈ ટ્રેડ કરવામાં આવશે. ડીલ થાય તો પછી સવાલ એ ઊભો થાય છે કે ગુજરાતના નવા કેપ્ટન કોણ બનશે? અમે તમને જણાવીશું તે 3 ખેલાડીઓ વિશે જે ગુજરાત ટાઈટન્સની કમાન સંભાળી શકે છે.
કેન વિલિયમસન
હાર્દિક પંડ્યાના ગયા બાદ ન્યૂઝીલેન્ડના સ્ટાર ખેલાડી અને કેપ્ટન કેન વિલિયમસન ગુજરાત ટાઈટન્સને ખુબ સારી રીતે સંભાળી શકે છે. વિલિયમસનને કેપ્ટનશીપનો સારો અનુભવ છે. તે ઈન્ટરનેશનલ ક્રિકેટ અને આઈપીએલ એમ બંનેમાં કેપ્ટનશીપ કરી ચૂક્યા છે. તેઓ એક શાનદાર લીડર છે.
શુભમન ગીલ
ગુજરાત ટાઈટન્સના યુવા અને ઓપનિંગ બેટર શુભમન ગીલ પણ કેપ્ટનશીપ માટે સારો વિકલ્પ છે. ઘણું ઘરું તો શુભમન ગીલ જ ગુજરાતના આગામી કેપ્ટન તરીકે ચોઈસ પામી શકે છે. આજકાલ ટીમમાં યુવા ખેલાડીઓને કેપ્ટન બનાવવા માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પછી ભલે દિલ્હી કેપિટલ્સના ઋષભ પંત હોય કે પછી કોલકાતા નાઈટ રાઈડર્સમાં શ્રેયસ ઐય્યર.
મોહમ્મદ શમી
ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પણ છેલ્લા બે વર્ષમાં આઈપીએલમાં પોતાના પ્રદર્શનથી ખુબ પ્રભાવિત કર્યા છે. આ સાથે જ તેમનું ફોર્મ ગજબનું છે. ઓસ્ટ્રેલિયા માટે જે રીતે પેટ કમિન્સ છે બરાબર તે રીતે ગુજરાત માટે શમી બની શકે છે. તેઓ એક વરિષ્ઠ ખેલાડી પણ છે અને તેમને ગેમનું સારું નોલેજ પણ છે. શમી હાલ પોતાની કરિયરના કદાચ બેસ્ટ ફેઝમાં છે.