Virat Kohli Frustration: રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB) ને રૈવારે રમાયેલી આઇપીએલ મેચમાં કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) હાથે 1 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. વિરાટ કોહલીને આઉટ આપ્યાની ઘટના બાદ સોશિયલ મીડીયા પર પણ બબાલ મચી છે. આ મેચ દરમિયાન વિરાટ કોહલીને આઉટ આપવાનો મુદ્દો ચર્ચામાં છવાયેલો છે. તમને જણાવી દઇએ ક વિરાટ કોહલી રોયલ ચેલેંજર્સ બેંગલુરૂની ત્રીજી ઓવરમાં હર્ષિત રાણાની ફૂલટૉસ બોલને કાબૂમાં રાખી ન શક્યા અને પાછો બોલરોને કેચ આપી દીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાઉદ ઇબ્રાહીમની પાર્ટીમાં ડાન્સ કરતી હતી ટ્વિંકલ ખન્ના? 14 વર્ષ બાદ ખોલ્યું રહસ્ય


લાઈવ મેચમાં વિરાટ કોહલીએ ગુમાવ્યો કંટ્રોલ
વિરાટ કોહલીએ એવો દાવો કરીને રિવ્યુ લીધો હતો કે ફુલ ટોસ બોલ કમરની ઉપર હતો, પરંતુ ત્રીજા અમ્પાયરે દલીલ કરી હતી કે કોહલી ક્રિઝની બહાર હતો અને બોલ નીચેની તરફ જઈ રહ્યો હતો. જો કે, કોહલી ત્રીજા અમ્પાયરના નિર્ણયથી નાખુશ જણાતો હતો અને તેણે ક્રિઝ છોડતા પહેલા મેદાન પરના અમ્પાયરો સાથે દલીલ પણ કરી હતી. મેદાન છોડ્યા બાદ કોહલીએ પોતાના બેટ પછાડીને મારીને નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ જ્યારે ડગ આઉટ તરફ જતો હતો, ત્યારે વિરાટે રસ્તામાં રાખેલા ડસ્ટબિનને જોરથી હાથ મારીને ઉડાવી દીધું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


પત્નીની નજર સામે મહિલા સાથે રેપ, ધર્મ પરિવર્તન માટે કરી મજબૂત, 7 લોકો વિરૂદ્ધ FIR
કરોડો બેંક ગ્રાહકોને લાગ્યો આંચકો, આ બેકિંગ સેવાઓ માટે ચૂકવવી પડશે વધુ ફી


કોહલીને ચૂકવવી પડી શકે છે મોટી સજા
કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) વિરૂદ્ધ આ મેચમાં વિરાટ કોહલી 7 બોલમાં18 રન બનાવીને આઉટ થઇ ગયો. એમ્પાયરની સાથે મેદાન પર લડવું અને પછી ડગ આઉટ તરફ જતાં રસ્તામાં રાખેલા ડસ્ટબિનને મારીને પાડવું વિરાટ કોહલીને ભારે પડી શકે છે. વિરાટ કોહલીને તેમની ભૂલના લીધે મોટી સજા મળી શકે ચે.  BCCI વિરાટ કોહલી પર મોટો દંડ ફટકારી શકે છે. તમને જણાવી દઇએ કે ફિલ સોલ્ટ અને કેપ્ટન શ્રેયર ઐય્યરની શાનદાર બેટીંગ બાદ આંદ્રે રસેલ (25 રન આપીને ત્રણ વિકેટ)ના નેતૃત્વમાં દબાણમાં બોલરોના સારા પ્રદર્શનથી કલકત્તા નાઇટ રાઇડર્સ ઇન્ડીયન પ્રીમિયર લીગના રોમાંચક મુકાબલામાં રવિવારે રોયલ ચેલેન્જર્સ બેગલુરૂને એક રનથી માત આપી. 


18 પૈસાના શેરે 1 લાખના બનાવી દીધા 23 કરોડ, શેર ખરીદવા તૂટી પડ્યા લોકો
16% ટકા સસ્તો થયો ટાટાનો આ શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો ₹1900 પાર જશે ભાવ