લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની જે મેચ રમાઈ ત્યારબાદ મોટો વિવાદ થઈ ગયો છે. આ મેચમાં લખનઉની ટીમે 10 વિકેટથી હાર ઝેલવી પડી. હૈદરાબાદની ટીમે 58 બોલમાં જ 166 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો અને લખનઉએ શરમજનક હારનો સામનો કરવો પડ્યો. આ મેચ બાદ LSG ના કેપ્ટન કે એલ રાહુલ અને ટીમના માલિક સંજીવ ગોયંકાનો વચ્ચે આકરી શાબ્દિક ટપાટપી થઈ. ગોયંકાનું વર્તન ક્રિકેટપ્રેમીઓને અણછાજતું લાગ્યું અને સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો પણ ખુબ વાયરલ થયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે ક્રિકેટની દુનિયામાં સંજીવ ગોયંકાનું નામ કઈ નવું નથી. સંજીવ ગોયંકા લખનઉ પહેલા રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સ ટીમના પણ માલિક રહી ચૂક્યા છે. રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સની ટીમ 2016 અને 2017ની સીઝનમાં આઈપીએલનો ભાગ હતી. ત્યારે સંજીવ ગોયંકાએ ધોનીની સાથે ખરાબ વર્તન કર્યું હતું. 



વાત જાણે એમ છે કે મહેન્દ્રસિંહ ધોનની કેપ્ટનશીપમાં આઈપીએલ 2016માં રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સની ટીમ છેલ્લેથી બીજા નંબરે રહી હતી. ત્યારબાદ 2017ની આઈપીએલ સીઝનમાં ધોનીની જગ્યાએ સ્ટીવ સ્મિથને રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સનો કેપ્ટન બનાવી દેવાયો. જ્યારે સ્મિથે મુંબઈ વિરુદ્ધ 6 એપ્રિલ 2017ના રોજ રમાયેલી મેચમાં રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સને જીત અપાવી તો સંજીવ ગોયંકાના ભાઈ હર્ષ ગોયંકાએ ધોની પર નિશાન સાધ્યું હતું. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube