IPL 2025 Mega Auction: આઈપીએલ 2025માં મેગા ઓક્શન થવાની છે, આઈપીએલ 2024 ટુર્નામેન્ટ ચાલતી હતી ત્યારે સતત એ ચર્ચા હતી કે આઈપીએલ 2025માં કેટલા ખેલાડીઓને રિટેન કરી શકાશે. અનેક ફ્રેન્ચાઈઝી બીસીસીઆઈ પાસે માંગણી કરી રહી હતી કે મેગા ઓક્શનમાં 8 ખેલાડીઓને રિટેન કરવાનો નિયમ બનાવવામાં આવે. આ જ કડીમાં મેગા ઓક્શન અંગે એક રિપોર્ટ સામે આવ્યો છે કે ફ્રેન્ચાઈઝીઓ હવે કેટલા ખેલાડીઓ રિટેન કરી શકશે. ન્યૂઝ 18ના રિપોર્ટ મુજબ આઈપીએલ 2025 મેગા ઓક્શનમાં ખેલાડીઓને રિટેન કરવા માટે 3+1 નો નિયમ લાગૂ કરવાનો બીસીસીઆઈનો પ્રસ્તાવ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આટલા ખેલાડીઓ થઈ શકે રિટેન
અત્રે જણાવવાનું કે અત્યાર સુધી મેગા ઓક્શનમાં 4 ખેલાડીઓને રિટેન કરવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો. કોઈ પણ ફ્રેન્ચાઈઝી પોતાના 4 કોર ખેલાડીઓને રિટેન કરી શકતી હતી. પરંતુ આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં રિટેન્શનનો નિયમ બદલાશે. હવે ફ્રેન્ચાઈઝી ફક્ત 3 ખેલાડીઓને રિટેન કરી શકશે જ્યારે એક ખેલાડીને તે રાઈટ ટુ મેચ કાર્ડ દ્વારા પોતાની ટીમમાં સામેલ કરી શકશે. તેનાથી ફ્રેન્ચાઈઝીઓને મોટો ઝટકો મળ્યો છે. ફ્રેન્ચાઈઝીઓએ બીસીસીઆઈને રિટેન્શન નંબર વધારવાની માંગણી કરી હતી પરંતુ બીસીસીઆઈએ રિટેન્શન નંબર એક ઘટાડી દીધો છે. હવે આ એ તમામ ફ્રેન્ચાઈઝીઓ માટે બેડ ન્યૂઝ છે જે 8 ખેલાડીઓને રિટેન કરવાના સપના જોતી હતી. 



કેકેઆરને પણ મળ્યો ઝટકો
આઈપીએલ 2024 કોલકાતા નાઈટ રાઈડર્સના નામે રહી. કેકેઆરએ ત્રીજી ટ્રોફી પોતાના નામે કરી. આવામાં કેકેઆર ઉપરાંત અનેક એવી ફ્રેન્ચાઈઝીઓને માંગણી હતી કે તેઓ મેગા ઓક્શનમાં 8 ખેલાડીઓને રિટેન કરવા માંગે છે. પરંતુ હવે જ્યારે આ નિયમ લાગૂ થશે તો તે મુજબ કોઈ પણ ફ્રેન્ચાઈઝી ફક્ત 3 ખેલાડીને જ રિટેન કરી શકશે. જ્યારે એક ખેલાડીને રાઈટ ટુ મેચ કાર્ડ દ્વારા  ખરીદી શકશે.