IPL 2025 Mega Auction: આઈપીએલ 2025ના મેગા ઓક્શન માટે મંચ તૈયાર થઈ ગયું છે. ભારતીય ફેન્સ માટે તો ડબલ ખુશી હશે એક તરફ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ટેસ્ટ મેચ પર્થમાં ચાલી રહી હશે તો બીજીતરફ આઈપીએલ ઓક્શનનો રોમાન્ચ જોવા મળશે. મેગા ઓક્શન માટે ખેલાડીઓના નામની યાદી જાહેર થઈ ગઈ છે. જેમાં 366 ભારતીય ખેલાડી અને 208 વિદેશી ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયા સમયે શરૂ થશે આઈપીએલ ઓક્શન?
તાજેતરમાં આઈપીએલ 2025ના ઓક્શન માટે તારીખો જાહેર કરવામાં આવી હતી. આઈપીએલ ઓક્શનનું આયોજન 24 અને 25 નવેમ્બરે સાઉદી અરબના જેદ્દાહમાં થશે. આ પહેલા 22 નવેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની શરૂઆત થઈ જશે. ઓક્શનની શરૂઆત ભારતીય સમયાનુસાર બપોરે 1 કલાકે થશે. આઈપીએલ વેબસાઇટ પર તેની જાહેરાત કરી દેવામાં આવી છે. 



318 અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ
IPL 2025 માટે યુવા ખેલાડીઓ માટે સુવર્ણ તક છે. ભારતના 318 અનકેપ્ડ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે જ સમયે, 12 અનકેપ્ડ વિદેશી ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે. 574 ખેલાડીઓની યાદીમાંથી માત્ર 204 ખેલાડીઓ એવા હશે જેમનું નસીબ ચમકશે. જેમાંથી 70 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે હશે. ખેલાડીઓની મહત્તમ મૂળ કિંમત 2 કરોડ રૂપિયા છે. આ બેઝ પ્રાઇસ સાથે 81 ખેલાડીઓ હરાજીમાં હશે.


આ સ્ટાર ખેલાડીઓનું નામ નહીં
આઈપીએલ દ્વારા ઓક્શન માટે જાહેર કરવામાં આવેલી યાદીમાં ઈંગ્લેન્ડના સ્ટાર બોલર જોફ્રા આર્ચરનું નામ સામેલ નથી. જોફ્રા આર્ચરે આઈપીએલ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ શોર્ટલિસ્ટ કરેલા ખેલાડીઓમાં તે સામેલ નથી. આ સિવાય ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન પણ આ યાદીમાં સામેલ નથી.