Indian Premier League 2025 માટે મેગા ઓક્શન પહેલા તમામ ફ્રેન્ચાઈઝી ટીમોએ તેમની રીટેન્શન લિસ્ટ લગભગ તૈયાર કરી લીધી છે. બધા ચાહકો પોતપોતાની ટીમના ખેલાડીઓ વિશે જાણવા માંગે છે, કયા ખેલાડીની હરાજી થસે અને કયા ખેલાડીઓને ટીમો રિટૈન કરશે.  ચાલો જાણીએ કે 10 ટીમો દ્વારા કયા ખેલાડીઓને જાળવી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે શું મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમશે. શું રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાં રહેશે કે પછી ટીમથી અલગ થઈ જશે. ચાહકો ગુરુવારે એટલે કે 31 ઓક્ટોબરે સાંજે 4:30 વાગ્યા પછી રીટેન્શન લિસ્ટ જાણી શકશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજી પહેલાં રીટેન્શન સેરેમનીનું લાઈવ સ્ટ્રીમિંગ અને ટેલિકાસ્ટ બંને જોઈ શકાય છે.


આ પણ વાંચોઃ મુંબઈમાં દાવ પર હશે ટીમ ઈન્ડિયાની 'આબરૂ', ઈતિહાસ રચવાની નજીક ન્યૂઝીલેન્ડ


IPL 2025માં આ ખેલાડીઓ થઈ શકે છે રિટેન


ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)


રવિન્દ્ર જાડેજા, રુતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, એમએસ ધોની, ડેવોન કોનવે અને મથિશા પથિરાના.


રોયલ ચેલેન્જર્સ બેંગલોર
વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ.


મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)
રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા.


સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)
હેનરિક ક્લાસેન, પેટ કમિન્સ, અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ અને નીતિશ કુમાર રેડ્ડી.


કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)
રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ અને હર્ષિત રાણા.


રાજસ્થાન રોયલ્સ  (Rajasthan Royals)
સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ.


દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)
અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અભિષેક પોરેલ.


ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)
શુભમન ગિલ, રાશિદ ખાન


લખનૌ સુપરજાયન્ટ્સ  (Lucknow Super Giants)
નિકોલસ પુરન, મયંક યાદવ.


પંજાબ કિંગ્સ ઇલેવન  (Punjab Kings XI)
શશાંક સિંહ, આશુતોષ શર્મા.