નવી દિલ્લીઃ IPL ફ્રેન્ચાઇઝી અમદાવાદે તેની સત્તાવાર ટીમના નામની જાહેરાત કરી,અમદાવાદની ટીમ ગુજરાત ટાઈટન્સ તરીકે ઓળખાશે. આઈપીએલ 2022 થી જોડાઈ રહેલી અમદાવાદ ફ્રેન્ચાઈઝીની ટીમનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ ટીમનું નામ ગુજરાત ટાઇટન્સ રાખવામાં આવ્યું છે. 9 ફેબ્રુઆરીએ સ્ટાર સ્પોર્ટ્સ પર ટીમનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદની ટીમ પહેલીવાર IPLમાં જોડાઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


અગાઉ એવા અહેવાલ હતા કે ટીમનું નામ અમદાવાદ ટાઈટન્સ રાખવામાં આવ્યું છે. પરંતુ હવે સાચું નામ સામે આવ્યું છે. આ ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા છે. સીવીસી કેપિટલ અમદાવાદની ફ્રેન્ચાઈઝીની માલિકી ધરાવે છે. અમદાવાદ ઉપરાંત લખનૌ ફ્રેન્ચાઈઝી પણ આઈપીએલ 2022થી પ્રવેશી છે. આ ફ્રેન્ચાઇઝીએ લખનૌ સુપર જાયન્ટ્સ નામ પસંદ કર્યું છે. અમદાવાદ ફ્રેન્ચાઇઝીએ આઈપીએલ 2022ની હરાજી પહેલા હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલને જાળવી રાખ્યા છે. હાર્દિકને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે ઈંગ્લેન્ડના વિક્રમ સોલંકીને ક્રિકેટના ડિરેક્ટર અને આશિષ નેહરાને મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. તેમજ ગેરી કર્સ્ટન ટીમના મેન્ટર અને બેટિંગ કોચ છે. CVC કેપિટલે રૂ. 5625 કરોડમાં અમદાવાદ ફ્રેન્ચાઇઝી હસ્તગત કરી હતી.


અગાઉ ગુજરાતની ટીમ 2016 અને 2017માં આઈપીએલમાં રહી હતી. ત્યારબાદ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સના સસ્પેન્શન બાદ પુણે અને રાજકોટની ફ્રેન્ચાઈઝી દાખલ કરવામાં આવી હતી.  રાજકોટ ફ્રેન્ચાઇઝીએ પોતાનું નામ ગુજરાત લાયન્સ રાખ્યું હતું. આ ટીમના કેપ્ટન સુરેશ રૈના હતા. તેમજ રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો અને ઈશાન કિશન જેવા ખેલાડીઓ તેમાં સામેલ હતા.


ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની મેગા ઓક્શનને આડે હવે વધુ સમય નથી. ફરી એકવાર ખેલાડીઓ પર લાખ્ખો-કરોડોનો વરસાદ વરસવાનો છે. IPL એક એવું પ્લેટફોર્મ છે જ્યાં અજાણ્યા રહેલા ખેલાડીને પણ કરોડો રૂપિયા પણ મળે છે. ગત સિઝનમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું જ્યારે છેલ્લા બે વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ન રમનાર ખેલાડીને સૌથી વધુ પૈસા મળ્યા હતા. આવા જ એક અનકેપ્ડ ખેલાડીને 9 કરોડથી વધુ રૂપિયા મળ્યા જે ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા નથી. ગયા વર્ષના ટોપ 5 સૌથી મોંઘા ખેલાડીઓની વાત કરીએ તો તેમાં 4 વિદેશી અને એક ભારતીય ખેલાડી હતો. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના બે અને ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ભારતના એક-એક ખેલાડીનો સમાવેશ થાય છે.