નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2019 પહેલા ખેલાડીઓની હરાજી 18 ડિસેમ્બરે જયપુરમાં થશે.  બીસીસીઆઈએ સોમવારે આ જાહેરાત કરી હતી. આ હરાજી એક દિવસ ચાલશે. તેના આયોજન સ્થળમાં પણ  ફેરફાર કરવામાં આવ્યો છે અને તે બેંગલુરૂની જગ્યાએ જયપુરમાં યોજાશે. માત્ર 70 ખેલાડીઓને હરાજીમાં જગ્યા  આપવામાં આવી છે જેમાં 50 ભારતીય અને 20 વિદેશી ખેલાડી સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઠ ટીમોની પાસે હરાજીમાં બોલી લગાવવા માટે કુલ 145 કરોડ 25 લાખ રૂપિયાની રકમ છે. હરાજી પહેલા ગત  મહિને ટીમોએ રિટેન કરેલા ખેલાડીઓના નામની જાહેરાત કરી અને આ દરમિયાન કેટલાક મોટા નામોને રિલીઝ  કરવામાં આવ્યા હતા. કિંગ્સ ઇલેવન પંજાબે યુવરાજ સિંહ જ્યારે દિલ્હી ડેયરડેવિલ્સે ગૌતમ ગંભીરને રિલીઝ કર્યો  હતો. 


વર્ષ 2018ની સિઝનની હરાજીમાંજ યદેવ ઉનડકટ માટે 11.50 કરોડ રૂપિયાની બોલી લગાવ્યા બાદ રાજસ્થાન  રોયલ્સે તેને રિલીઝ કરી દીધો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ઈજાગ્રસ્ત ભારતીય વિકેટકીપર રિદ્ધિમાન સાહા અને  વેસ્ટઈન્ડિઝના ટી20 કેપ્ટન બ્રેથવેટને પણ રિલીઝ કરી દીધા છે. 


મુંબઈ ઈન્ડિયન્સે જેપી ડ્યુમિની, પેટ કમિન્સ અને મુસ્તફિઝુર રહેમાનને ટીમમાં સ્થાન આપ્યું નથી. લોકસભાની  ચૂંટણી અને આઈપીએલની તારીખોમાં જો ટકરાવ થશે તો ટૂર્નામેન્ટની કેટલિક મેચ અથવા તો આખો  આઈપીએલનું આયોજન ભારતની બહાર થઈ શકે છે. 


હરાજી સાથે જોડાયેલા તમામ FACST આ પ્રકારે છેઃ 


1- ચેન્નઈ સુપર કિંગ્સ


રિટેન ખેલાડીઃ એમ.એસ. ધોની, સુરેશ રૈના, ફાફ ડૂ-પ્લેસિસ, મુરલી વિજય, રવિન્દ્ર જાડેજા, સેમ બિલિંગ્સ, મિશેલ  સેન્ટનર, ડેવિડ વિલે, ડ્વેન બ્રાવો, શેન વોટ્સન, લુનગી એનગિડી, ઈમરાન તાહિર, કેદાર જાધવ, અંબાતી  રાયડુ, હરભજન સિંહ, દીપક ચાહર, કે.એમ. આસિફ, કર્ણ શર્મા, ધ્રુવ શૈરી, એન. જગદીશન, શાર્દુલ ઠાકુર, મોનુ  કુમાર, ચૈતન્ય બિશ્નોઈ. 


બાહર થયેલા ખેલાડીઃ માર્ક વૂડ, કનિષ્ક સેઠ, ક્ષિતિજ શર્મા


બાકી રહેલા સ્લોટઃ 2 ભારતીય અને એકપણ વિદેશી ખેલાડી નહીં. 


બાકી રહેલી સેલેરી કેપઃ 8.40 કરોડ રૂપિયા. 


2- મુંબઈ ઈન્ડિયન્સ


રિટેન ખેલાડીઃ રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ઈશાન કિશન, આદિત્ય તારે, અનુકુલ  રોય, સૂર્યકુમાર યાદવ, મયંક મારકંડે, રાહુલ ચાહર, કિરોન પોલાર્ડ, મિશેલ મેક્લિંઘન, એવિન લુઈસ, બેન કટિંગ,  જેસન બેહર્નડોર્ફ, સિદ્ધેશ લોડ, ક્વિન્ટન ડિ. કોક અને એડમ મિલને. 

બાહર થયેલા ખેલાડીઃ જે.પી. ડુમિની, પેટ કમિન્સ, મુસ્તફિઝુર રહેમાન, અકિલા ધનંજય, સૌરભ તિવારી, પ્રદીપ  સાંગવાન, શરદ લુંબા, તજિંદર સિંહ ઢિલ્લોં, મોહસિન ખાન, એમ.ડી નિદ્ધેશ


ટ્રેડઃ ક્વિન્ટન ડિકોક (આરસીબી)


બાલી રહેલા સ્લોટઃ 6 ભારતીય અને એક વિદેશી ખેલાડી. 


બાકી રહેલ સેલેરી કેપઃ 11.15 કરોડ રૂપિયા. 



આઈપીએલ 2019: 3 ભારતીય ખેલાડીઓ જેના માટે સિઝન બની શકે છે છેલ્લી


3- રાજસ્થાન રોયલ્સઃ

રિટેન ખેલાડીઃ અજિંક્ય રહાણે, બેન સ્ટોક્સ, જોસ બટલર, સ્ટીવ સ્મિથ, જોફરા આર્ચર, ઈશ સોઢી, કૃષ્ણપ્પા  ગૌતમ, સંજુ સેમસન, શ્રેયસ ગોપાલ, આર્યમન બિડલા, એસ મિથુન, પ્રશાંત ચોપડા, સ્ટુઅર્ટ બિન્ની, રાહુલ  ત્રિપાઠી, ધવલ કુલકર્ણી અને મહિપાલ તોમર. 


બાહર થયેલા ખેલાડીઃ જયદેવ ઉનડકટ, ડિઆર્સી શોર્ટ, બેન લોફલિન, હેનરિક ક્લાસેન, ડેન પેટરસન, જહીર ખાન,  દુષ્મંથા ચમીરા, અનુરીત સિંહ, અંકિત શર્મા, જતિન સક્સેના.


બાકી રહેલ સ્લોટઃ 6 ભારતીય અને ત્રણ વિદેશી ખેલાડી


બાકી રહેલ સેલેરી કેપઃ 20.95 કરોડ રૂપિયા


4- સનરાઇઝર્સ હૈદરાબાદ


રિટેન ખેલાડીઃ ડોવિડ વોર્નર, કેન વિલિયમસન, રાશિદ ખાન, શાકિબ અલ હસન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ  નબી, બસિલ થમ્પી, દીપક હુડ્ડા, મનીષ પાંડે, રિકી ભુઈ, સંદીપ શર્મા, સિદ્ધાર્થ કૌલ, શ્રીવત્સ ગોસ્વામી, ખલીલ  અહેમદ, યુસુફ પઠાણ, બિલી સ્ટેનલેક.

બાહર થયેલા ખેલાડીઃ રિદ્ધિમાન સાહા, ક્રિસ જોર્ડન, કાલ્રોસ બ્રેથવેઈટ, એલેક્સ હેલ્સ, બિપુલ શર્મા, મેંહદી હસન,  સચિન બેબી, તન્મય અગ્રવાલ. 


ટ્રાન્સફરઃ શિખર ધવનને દિલ્હી ટ્રાન્સફર કરાયો. તેના બદલે દિલ્હીના ત્રણ કેલાડી અભિશેષ શર્મા, વિજય શંકર,  શાહબાઝ નદીમને ટીમમાં સામેલ કરાયા. 


બાકી રહેલ સ્લોટઃ 3 ભારતીય અને બે વિદેશી ખેલાડી. 


બાકી રહેલ સેલેરી કેપઃ 9.70 કરોડ રૂપિયા. 


Ind vs Aus: એડિલેડ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાની ખાસ તૈયારી, જાણો કોહલીનો 'વિરાટ' પ્લાન


5- કિંગ્સ ઇલેવન પંજાબ

રિટેન ખેલાડીઃ લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, એન્ડ્ર્યૂ ટાઈ, મંયક અગ્રવાલ, અંકિત રાજપૂત, મજીબ-ઉર-રહેમાન, કરૂણ  નાયર, ડેવિલ મિલર અને રવિચંદ્રન અશ્વિન.

બાહર થયેલા ખેલાડીઃ યુવરાજ સિંહ, આરોન ફિન્ચ, અક્ષર પટેલ, મોહિત શર્મા, બરિંદર સરન, બેન દ્વારશૂસ,  મનોજ તિવારી, અક્ષદીપ નાથ, પ્રદીપ સાહુ, મયંક ડાગર અને મંજૂર ડાર. 

ટ્રાન્સફરઃ માર્કસ સ્ટોઈનિસને બેંગલુરમાં ટ્રાન્સફર કર્યો. બદલામાં મંદીપ સિંહને પોતાની ટીમમાં સામેલ કર્યો.  



બાકી રહેલ સ્લોટઃ 11 ભારતીય અને ચાર વિદેશી ખેલાડી. 


બાકી રહેલ સેલેરી કેપઃ 36.20 કરોડ રૂપિયા. 


6- રોયલ ચેલેન્જર્સ બેંગલોર


રિટેન ખેલાડીઃ વિરાટ કોહલી, એ.બી. ડિવિલિયર્સ, પાર્થિવ પટેલ, યુજવેન્દ્ર ચહલ, વોશિંગટન સુંદર, પવન નેગી,  નાથન કોલ્ટર, મોઈન અલી, મોહમ્મદ સિરાઝ, કોલિન ડી ગ્રેન્ડહોમ, ટિમ સાઉદી, ઉમેશ યાદવ, નવદીપ સૈની,  કુલવંત ખેજોલિયા. 

બાહર થયેલા ખેલાડીઃ બ્રેન્ડન મેક્કુલમ, કેરી એન્ડરસન, મનદીપ સિંહ, ક્રિસ વોક્સ, સરફરાઝ ખાન. 

ટ્રાન્સફરઃ મંદિપ સિંહને બેંગલુરુમાં ટ્રાન્સફર કર્યો. તેના બદલે માર્ક્સચ સ્ટેઈનિસને લીધો. બેંગલુરુના ક્વિન્ટન ડી.  કોકને મુંબઈની ટીમમાં સામેલ કરાયો. 


બાકી રહેલ સ્લોટઃ આઠ ભારતીય અને બે વિદેશી ખેલાડી. 


બાકી રહેલ સેલેરી કેપઃ 18.15 કરોડ રૂપિયા. 


7- કોલકત્તા નાઇટ રાઇડર્સ
રિટેન ખેલાડીઃ દિનેશ કાર્તિક, રોબિન ઉથપ્પા, ક્રિસ લિન, શુભમન ગિલ, નીતીષ રાણા, રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ,  સુનીલ નરેન, શિવમ માવી, કુલદીપ યાદવ, પિયુષ ચાવલા, કમલેશ નાગરકોટી, પ્રસિદ્ધ કૃષ્ણા. 

બાહર થયેલા ખેલાડીઃ મિશેલ સ્ટાર્ક, મિશેલ જોનસન, ટોમ કુરેન, કેમરન ડેલપોર્ટ, જેવન સિયરલેસ, ઈશાંક  જગ્ગી, અપૂર્વ વાનખેડે, વિનય કુમાર. 


બાકી રહેલ સ્લોટઃ 7 ભારતીય અને 5 વિદેશી ખેલાડી. 


બાકી રહેલ સેલેરી કેપઃ 15.20 કરોડ રૂપિયા. 


8- દિલ્હી ડેયરડેવિલ્સ 
રિટેન ખેલાડીઃ શ્રેયસ અય્યર, ઋષભ પંત, પૃત્વી શો, અમિત મિશ્રા, આવેશ ખાન, હર્ષલ પટેલ, રાહુલ તેવતિયા,  જયંત યાદવ, મંજૂત કાલરા, કોલિન મુનરો, ક્રિસ મોરિસ, કેગિસો રબાડા, સંદીપ લમિછાને, ટ્રેન્ટ બોલ્ટ. 


બાહર થયેલા ખેલાડીઃ ગૌતમ ગંભીર, ગ્લેન મેક્સવેલ, જેસન રોય, જુનિયર ડાલા, લિયામ પ્લેન્કેટ, મોહમ્મદ  શમી, સાયન ઘોષ, ડેનિયલ ક્રિસ્ટિયન, ગુરકિરત સિંહ માન, નમન ઓઝા. 


ટ્રાન્સફરઃ પોતાના ત્રણ ખેલાડી અભિશેષ શર્મા, વિજય શંકર અને શાહબાઝ નદીમને હૈદરાબાદ ટ્રાન્સફર કર્યા. તેના  બદલે શિખર ધવનને ટીમમાં લીધો. 


બાકી રહેલ સ્લોટઃ 7 ભારતીય અને ત્રણ વિદેશી ખેલાડી. 


બાકી રહેલ સેલેરી કેપઃ 25.50 કરોડ રૂપિયા.