IPL 2019 Teams: હરાજી બાદ જાણો કઈ ટીમમાં છે ક્યા-ક્યા ખેલાડી
જયપુરમાં યોજવામાં આવેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટેની હરાજી પૂર્ણ થઈ ગઈ છે. હરાજીમાં તમામ ટીમોએ પોતાની જરૂરીયાત પ્રમાણે ખેલાડીઓને ખરીદી લીધા છે. જુઓ હરાજી બાદ તમામ ટીમોનું સંપૂર્ણ લિસ્ટ.
નવી દિલ્હીઃ આઈપીએલની આગામી સિઝન 2019 માટે આજે જયપુરમાં હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 3.30 કલાકે શરૂ થયેલી હરાજી પૂરી થઈ ગઈ છે. આ હરાજીમાં કુલ 60 ખેલાડીઓને આઠ ટીમોએ ખરીદ્યા છે. જેમાં કુલ 40 ભારતીય અને 20 વિદેશી ખેલાડીઓને સમાવેશ થાય છે. ઘણા યુવા ખેલાડીઓને લોટરી લાગી છે, તો ઘણા સ્ટાર ખેલાડીઓને કોઈ ટીમે ખરીદવામાં રસ દાખવ્યો નથી. જયદેવ ઉનડકટ અને વરૂણ તક્રવર્તી ભારતના સૌથી મોંઘા ખેલાડી બન્યા છે. આ બંન્નેને 8.4 લાખમાં ખરીદવામાં આવ્યા છે. તો સૈમ કરન સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો છે. તેને 7.20 કરોડમાં કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદ્યો છે. તો હરાજી બાદ નજર કરીએ આઈપીએલની તમામ ટીમો પર....
દિલ્હી કેપિટલ્સ
શ્રેયસ અય્યર, ઋષભ પંત, પૃત્વી શો, અમિત મિશ્રા, આવેશ ખાન, હર્ષલ પટેલ, રાહુલ તેવતિયા, જયંત યાદવ, મંજૂત કાલરા, કોલિન મુનરો, ક્રિસ મોરિસ, કેગિસો રબાડા, સંદીપ લમિછાને, ટ્રેન્ટ બોલ્ટ, અભિશેક શર્મા, વિજય શંકર અને શાહબાઝ નદીમ,
નવા ખેલાડીઃ હનુમા વિહારી, અક્ષર પટેલ, ઈશાંત શર્મા, અંકુશ બિનસ, નાથુ સિંહ, કોલિન ઇન્ગ્રામ, શેરફાને રૂદરફોર્ડ, કીમો પોલ, જલજ સક્સેના, બંદારૂ અયપ્પા.
કોલકત્તા નાઇટ રાઇડર્સ
રિટેન ખેલાડીઃ દિનેશ કાર્તિક, રોબિન ઉથપ્પા, ક્રિસ લિન, શુભમન ગિલ, નીતીષ રાણા, રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નરેન, શિવમ માવી, કુલદીપ યાદવ, પિયુષ ચાવલા, કમલેશ નાગરકોટી, પ્રસિદ્ધ કૃષ્ણા,
નવા ખેલાડીઃ કાર્લોસ બ્રેથવેટ, લુકી ફર્ગ્યુસન, અનરિચ નોર્ત્જ, નિખિલ નાયક, હર્રી ગુરનય, પૃથ્વીરાજ યારા, જીઓ ડેનલી, શ્રીકાંત મુઢે.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર
રિટેન ખેલાડીઃ વિરાટ કોહલી, એ.બી. ડિવિલિયર્સ, પાર્થિવ પટેલ, યુજવેન્દ્ર ચહલ, વોશિંગટન સુંદર, પવન નેગી, નાથન કોલ્ટર, મોઈન અલી, મોહમ્મદ સિરાઝ, કોલિન ડી ગ્રેન્ડહોમ, ટિમ સાઉદી, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલવંત ખેજોલિયા, માર્ક્સચ સ્ટેઈનિસ
નવા ખેલાડીઃ સિમરોન હેટમેયર, ગુરકિરત માન, શરફરાઝ ખાન, શિવમ દુબે, હેનરિચ ક્લાકેન, હિમંત સિંહ, મિલિંદ કુમાર, પ્રાસ રાય બર્મન, અક્ષદીપ નાથ.
જાણો આઈપીએલની હરાજીની તમામ વિગતો એક ક્લિકે
કિંગ્સ ઇલેવન પંજાબ
રિટેન ખેલાડીઃ લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, એન્ડ્ર્યૂ ટાઈ, મંયક અગ્રવાલ, અંકિત રાજપૂત, મજીબ-ઉર-રહેમાન, કરૂણ નાયર, ડેવિલ મિલર અને રવિચંદ્રન અશ્વિન, મંદીપ સિંહ.
નવા ખેલાડીઃ મોરિસ હેનરીકેસ, નિકોલસ પૂરન, મોહમ્મદ શમી, વરૂણ ચક્રવર્તી, સેમ કરન, હરદુ, વિઝલોન, અક્ષદીપ નાથ, દર્શન નલકાંડે, પ્રભસિમરન સિંહ, અગ્નિવેશ આયાચી, હરપ્રીત બરાર, મુર્ગન અશ્વિન.
સનરાઇઝર્સ હૈદરાબાદ
રિટેન ખેલાડીઃ ડોવિડ વોર્નર, કેન વિલિયમસન, રાશિદ ખાન, શાકિબ અલ હસન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ નબી, બસિલ થમ્પી, દીપક હુડ્ડા, મનીષ પાંડે, રિકી ભુઈ, સંદીપ શર્મા, સિદ્ધાર્થ કૌલ, શ્રીવત્સ ગોસ્વામી, ખલીલ અહેમદ, યુસુફ પઠાણ, બિલી સ્ટેનલેક, અભિશેષ શર્મા, વિજય શંકર, શાહબાઝ નદીમ
નવા ખેલાડીઃ જોની બેયરસ્ટો, રિદ્ધિમાન સાહા, માર્ટિન ગુપ્ટિલ.
રાજસ્થાન રોયલ્સઃ
રિટેન ખેલાડીઃ અજિંક્ય રહાણે, બેન સ્ટોક્સ, જોસ બટલર, સ્ટીવ સ્મિથ, જોફરા આર્ચર, ઈશ સોઢી, કૃષ્ણપ્પા ગૌતમ, સંજુ સેમસન, શ્રેયસ ગોપાલ, આર્યમન બિડલા, એસ મિથુન, પ્રશાંત ચોપડા, સ્ટુઅર્ટ બિન્ની, રાહુલ ત્રિપાઠી, ધવલ કુલકર્ણી અને મહિપાલ તોમર,
નવા ખેલાડીઃ જયદેવ ઉનડકટ, વરૂન આરોન, ઓશાને થોમસ, શશાંક સિંહ, લીમ લિવિન્ગસ્ટોને, શુભમ રંજાના, મનન વોહરા, અશ્ટોન ટર્નર, રિયાન પરાગ.
મુંબઈ ઈન્ડિયન્સ
રિટેન ખેલાડીઃ રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ઈશાન કિશન, આદિત્ય તારે, અનુકુલ રોય, સૂર્યકુમાર યાદવ, મયંક મારકંડે, રાહુલ ચાહર, કિરોન પોલાર્ડ, મિશેલ મેક્લિંઘન, એવિન લુઈસ, બેન કટિંગ, જેસન બેહર્નડોર્ફ, સિદ્ધેશ લોડ, ક્વિન્ટન ડિ. કોક અને એડમ મિલને,
નવા ખેલાડીઃ લસિથ મલિંગા, અલમોનપ્રીત સિંહ, બરિંદર સરન, પંકજ જસ્વાલ, રાશિખ દાર, યુવરાજ સિંહ,
ચેન્નઈ સુપર કિંગ્સ
રિટેન પ્લેયરઃ એમ.એસ. ધોની, સુરેશ રૈના, ફાફ ડૂ-પ્લેસિસ, મુરલી વિજય, રવિન્દ્ર જાડેજા, સેમ બિલિંગ્સ, મિશેલ સેન્ટનર, ડેવિડ વિલે, ડ્વેન બ્રાવો, શેન વોટ્સન, લુનગી એનગિડી, ઈમરાન તાહિર, કેદાર જાધવ, અંબાતી રાયડુ, હરભજન સિંહ, દીપક ચાહર, કે.એમ. આસિફ, કર્ણ શર્મા, ધ્રુવ શૈરી, એન. જગદીશન, શાર્દુલ ઠાકુર, મોનુ કુમાર, ચૈતન્ય બિશ્નોઈ,
નવા ખેલાડીઃ મોહિત શર્મા 5 કરોડ, ઋૃતુરાજ ગાયકવાડ 20 લાખ