IPL Auction 2019: વિરાટની ટીમે આ `સિક્સર કિંગ` પર લગાવ્યો 25 ગણો દાવ
મુંબઈના શિવમ દુબેએ એક દિવસ પહેલા બરોડા વિરુદ્ધ 76 રનની ઈનિંગમાં 7 સિક્સ ફટકારી હતી.
નવી દિલ્હીઃ મુંબઈના ઓલરાઉન્ડ શિવમ દુબે આઈપીએલ 2019 ( IPL Auction 2019)ની હરાજીમાં સરપ્રાઇઝ પેકેજ સાબિત થયું છે. 25 વર્ષના ઓલરાઉન્ડર શિવમ દુબેને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પાંચ કરોડમાં ખરીદ્યો છે. શિવમ વિસ્ફોટક બેટિંગની સાથે બોલિંગ પણ કરી શકે છે. તે ડાબોડી ફાસ્ટ બોલર છે. તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતા.
IPL 2019 Auction: હેટમાયરને મળી બેઝ પ્રાઇઝ કરતા 8 ગણી રકમ, RCBએ ખરીદ્યો
મુંબઈના શિવમ દુબેએ હરાજીના એક દિવસ પહેલા બરોડા વિરુદ્ધ 76 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તેણે આ ઈનિંગમાં સાત સિક્સ અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે સ્વપ્નિલ સિંહના પાંચ બોલ પર સતત પાંચ સિક્સ ફટકારી હતી. આ ઈનિંગથી નક્કી થઈ ગયું હતું, તેની ઉંચી બોલી લાગશે.
શિવમ દુબેએ રણજી ટ્રોફીની આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે હાલમાં રેલવે વિરુદ્ધ 69 અને ગુજરાત વિરુદ્ધ 55 રન ફટકાર્યા હતા. જ્યારે કર્ણાટક વિરુદ્ધ એક ઈનિંગમાં સાત વિકેટ ઝડપી હતી.
IPL 2019 Auction: શું યુવરાજનું આઈપીએલ કરિયર પૂરૂ? કોઈ ટીમે ન લગાવી બોલી