જયપુરઃ મંગળવારે આયોજીત થયેલી આઈપીએલ 2019ની હરાજીમાં પૂર્વ ચેમ્પિયન ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદે વધુ ખરીદી કરી નથી. હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીએ આઈપીએલની 12મી સિઝન માટે પોતાની ટીમમાં માત્ર ત્રણ ખેલાડી ખરીદ્યા હતા અને તેણે ઘણો વિચાર કરીને ત્રણ ખેલાડીઓ પર બોલી લગાવી પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. આવો જાણીએ હૈદરાબાદે કોને અને કેટલામાં ખરીદ્યા, તેની ટીમમાં કેટલા દેસી અને વિદેશી ખેલાડી છે અને આવનારી સિઝનમાં તેની ટીમ કેવી દેખાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસઆરએચ એટલે કે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં હરાજી પહેલા કુલ 20 ખેલાડી હતા. હૈદરાબાદ બે વિદેશ સહિત કુલ 5 ખેલાડીઓ પર દાવ લગાવી શકતી હતી. તેના ખાતામાં 9.70 કરોડ રૂપિયા બચ્યા હતા. તેવી સ્થિતિમાં હૈદરાબાદે આ ત્રણ ખેલાડીઓને ખરીદ્યા. 



IPL 2019 Team: પંજાબે ખરીદ્યા સૌથી વધુ ખેલાડી, જાણો હવે આ છે ટીમની સ્થિતિ


જોની બેયરસ્ટો (ઈંગ્લેન્ડ)- 2.2 કરોડ રૂપિયા
ઋુદ્ધિમાન સાહા (ભારત)- 1.2 કરોડ રૂપિયા
માર્ટિન ગપ્ટિલ (ન્યૂઝીલેન્ડ)- 1 કરોડ રૂપિયા 



હવે આવી છે હૈદરાબાદની ટીમ
દેસી ખેલાડી (15): ભુવનેશ્વર કુમાર, દીપક હુડ્ડા, મનીષ પાંડે, બાસિલ થંપી, ટી નટરાજન, રિકી ભુઈ, સંદીપ શર્મા, સિદ્ધાર્થ કૌલ, ખલીલ અહમદ, શ્રીવત્સ ગોસ્વામી, યૂસુફ પઠાણ, વિજય શંકર, અભિષેક શર્મા, શહબાઝ નદીમ અને ઋુદ્ધિમાન સાહા. 



વિદેશી ખેલાડી (8): બિલી સ્ટેનલેક, ડેવિડ વોર્નર, રાશિદ ખાન, કેન વિલિયમસન, મોહમ્મદ નબી, શાકિબ અલ હસન. જોની બેયરસ્ટો અને માર્ટિન ગુપ્ટિલ.