IPL Auction 2021: ફાસ્ટ બોલર પર રૂપિયાનો વરસાદ, ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડના યુવા ખેલાડી બની ગયા કરોડપતિ
આઈપીએલની હરાજીમાં ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલરોનો દબદબો જોવા મળી રહ્યો છે. ટીમો મોટી રકમ ખર્ચીને પોતાની સાથે સામેલ કરી રહી છે.
ચેન્નઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 સીઝન માટે ચેન્નઈમાં ચાલી રહેલી હરાજીમાં વિદેશી ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. ખાસ કરીને ફાસ્ટ બોલરની ડિમાન્ડ વધુ રહી છે. આ કારણે ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થયો છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસનને કિંગ્સ પંજાબે 14 કરોડ રૂપિયાની મોટી રકમ આપી છે. તો ન્યૂઝીલેન્ડના યુવા ઓલરાઉન્ડર કાઇલ જેમિન્સનને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 15 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો છે.
પ્રીતિ ઝિંટાની ટીમ તરફથી રમશે રિચર્ડસન
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસનને હરાજીમાં મોટી રકમ મળી છે. તેને ખરીદવા માટે બેંગલોર અને પંજાબ વચ્ચે હોડ શરૂ થઈ હતી. ત્યારબાદ પ્રીતિ ઝિંટાની ટીમે તેને 14 કરોડમાં ખરીદ્યો છે. જ્યારે તેની બેઝ પ્રાઇઝ માત્ર 1.50 કરોડ રૂપિયા હતી.
આ પણ વાંચોઃ IPL 2021 Auction: 87 ખેલાડીઓ પર પ્રથમ સેશનમાં લાગી બોલી, જાણો કોણ વેચાયા અને કોણ નહીં
ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડરને લાગી લોટરી
તો ન્યૂઝીલેન્ડના યુવા ખેલાડી કાઇલ જેમિન્સને છેલ્લા એક વર્ષમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દમદાર પ્રદર્શન કરી છે. તે નિચલા ક્રમમાં દમદાર બેટિંગ પણ કરી શકે છે. તે ન્યૂઝીલેન્ડ માટે એક મેચ વિનર સાબિત થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના પ્રદર્શનને કારણે આઈપીએલમાં તેને ખરીદવા માટે ટીમો વચ્ચે સ્પર્ધા જોવા મળી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડરને 15 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. 6.8 ફુટનો આ ખેલાડી આઈપીએલમાં ધૂમ મચાવવા તૈયાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube