IPL 2021 auction: અર્જુન તેંડુલકરને 20 લાખમાં મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો
આઈપીએલ-2021 માટે ચેન્નઈમાં ખેલાડીઓનું ઓક્શન શરૂ થઈ ગયું છે. ઓક્શન માટે તમામ ફ્રેન્ચાઇઝીએ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. હવે જોવાનું રહેશે કે ક્યા ખેલાડીની ખરીદી થશે અને ક્યા ખેલાડીને પોતાના ભાગ્યનો સાથ મળશે નહીં.
ચેન્નઈઃ આઈપીએલ 2021ના મિની ઓક્શનનું ગુરૂવાર એટલે કે 18 ફેબ્રુઆરીએ આયોજન થવાનું છે. આ વખતે કુલ 292 ખેલાડીઓને હરાજી માટે સામેલ કરવામાં આવ્યા છે. વિદેશી ખેલાડીઓની વાત કરીએ તો હરાજીમાં તેની સંખ્યા કુલ 128 છે. પરંતુ આઠેય ફ્રેન્ચાઇઝીમાં મળીને કુલ 22 વિદેશી ખેલાડીઓની જગ્યા ખાલી છે. તેવામાં વિદેશી ખેલાડીઓ પર મોટી બોલી લાગવાની સંભાવના છે.
IPL 2021 auction Updates
- મુંબઈની ટીમમાં અર્જુન તેંડુલકર સામેલ
- કેદાર જાધવને હૈદરાબાદે બે કરોડમાં ખરીદ્યો
- હરભજન સિંહને કોલકત્તાએ 2 કરોડમાં ખરીદ્યો
- મુઝીબ ઉર રહમાનને હૈદરાબાદે 1.50 કરોડમાં ખરીદ્યો
- કે ભગથ વેર્માને ચેન્નઈએ 20 લાખમાં ખરીદ્યો
- સેમ બિલિંગ્સને દિલ્હીએ 50 લાખમાં ખરીદ્યો
- માર્કો જેસનને મુંબઈએ 20 લાખમાં ખરીદ્યો
- કે ભગત શર્માને ચેન્નઈએ 20 લાખમાં ખરીદ્યો
- જોર્જ લિન્ડે અનસોલ્ડ
- ઉસુરુ ઉડાના અનસોલ્ડ
- ક્રિસ ગ્રીન અનસોલ્ડ
- વેન પર્નેલ આફ્રિકા અનસોલ્ડ
- જિમી નીશમને 50 લાખમાં મુંબઈએ ખરીદ્યો
- ફાસ્ટ બોલર કુલદીપ યાદવને રાજસ્થાને 20 લાખમાં ખરીદ્યો
- એમ હરિશંકર રેડ્ડીને ચેન્નઈએ 20 લાખમાં ખરીદ્યો
- સુયશ પ્રભુદેસાઈને આરસીબીએ 20 લાખમાં ખરીદ્યો
- સૌરાષ્ટનો પ્રેરક માંકડ અનસોલ્ડ
- શોન એબોટ અનસોલ્ડ
- વિકેટકીપર મેથ્યૂ વેડ અનસોલ્ડ.
- શ્રીલંકાનો ઓલરાઉન્ડર થિસારા પરેરા અનસોલ્ડ
- ઈંગ્લેન્ડના લિયમ લિવિંગસ્ટોનને રાજસ્થાને 75 લાખમાં ખરીદ્યો
- ઓલરાઉન્ડર ડેનિયલ ક્રિસ્ટિયનને આરસીબીએ 4.80 કરોડમાં ખરીદ્યો.
- ફેબિયન એલેનને પંજાબે 75 લાખમાં ખરીદ્યો
- મોરિસ હેનરિક્સને પંજાબે 4.20 કરોડમાં ખરીદ્યો
- મિશેલ મેક્લેનઘન અને જેસન હેડરનડોર્ફ અનસોલ્ડ
- ટોમ કરનને દિલ્હીએ 5.25 કરોડમાં ખરીદ્યો
- બેન કટિંગ અનસોલ્ડ
- ન્યૂઝીલેન્ડના યુવા ઓલરાઉન્ડર કાઇલ જેમિન્સનને 15 કરોડમાં આરસીબીએ ખરીદ્યો
- ચેતેશ્વર પુજારાને ચેન્નઈ સુપર કિંગ્સે 50 લાખમાં ખરીદ્યો
- રાસી વાન ડર ડુસેન અનસોલ્ડ
- વિન્ડિઝનો ડ્વેન બ્રાવો અનસોલ્ડ
- કોરી એન્ડરસન અનસોલ્ડ
- શોન માર્શ અનસોલ્ડ
- નેપાળનો સંદીપ લામીછાને અનસોલ્ડ
- કેસી કેરિઅપ્પાને રાજસ્થાને 20 લાખમાં ખરીદ્યો
- જે સુચિથ અનસોલ્ડ
- એમ સિદ્ધાર્થ અનસોલ્ડ
- ઓસ્ટ્રેલિયાના Riley Meredith ને પંજાબ કિંગ્સે 8 કરોડમાં ખરીદ્યો
- સૌરાષ્ટ્રના યુવા ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલ્સે 1.20 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો
- લુકમાન મેરીવાલાને દિલ્હીએ 20 લાખમાં ખરીદ્યો
- સૌરાષ્ટ્રનો અવી બારોડ અનસોલ્ડ
- મોહમ્મદ અઝહરુદ્દીનને 20 લાખમાં આરસીબીએ ખરીદ્યો
- શેલ્ડન જેક્સનને 20 લાખમાં કોલકત્તાએ ખરીદ્યો
- કેદાર દેવધર અનસોલ્ડ
- વિકેટકીપર વિષ્ણુ વિનોદને દિલ્હી કેપિટલ્સે 20 લાખમાં ખરીદ્યો
- ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમને 9.25 કરોડ રૂપિયામાં ચેન્નઈએ ખરીદ્યો. આ સાથે તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો ભારતીય અનકેપ્ડ પ્લેયર બની ગયો.
- વેંકટેશ અય્યર અનસોલ્ડ
- આયુષ બદોની અનસોલ્ડ
- તમિલનાડુના શાહરૂખ ખાનને પ્રીતિ ઝિંટાએ 5.25 કરોડમાં ખરીદ્યો, તેની બેઝ પ્રાઇઝ 20 લાખ હતી.
- રિપલ પટેલ અનસોલ્ડ
- બરોડાનો અતિત શેઠ અનસોલ્ડ
- બરોડાનો વિષ્ણું સોલંકી અનસોલ્ડ
- હિંમત સિંહ અનસોલ્ડ
- રજત પાટીદારને 20 લાખમાં બેંગલોરે ખરીદ્યો
- અફઘાનિસ્તાનના કૈસ અહમદને કોઈ ટીમે ન ખરીદ્યો
- પીયુષ ચાવલાને 2.40 કરોડમાં મુંબઈ ઈન્ડિયન્સે પોતાની ટીમમાં સામેલ કર્યો
- ન્યૂઝીલેન્ડનો ઈશ સોઢી અનસોલ્ડ
- હરભજન સિંહ ન વેચાયો
- અફઘાનિસ્તાનનો મુઝીબ ઉર રહમાન અનસોલ્ડ
- ઉમેશ યાદવને દિલ્હીએ બેઝ પ્રાઇઝ 1 કરોડમાં ખરીદ્યો
- શેલ્ડન કોટ્રેલ ન વેચાયો
- નાથન કુલ્ટર નાઇલને મુંબઈએ 5 કરોડમાં ફરી પોતાની ટીમમાં સામેલ કર્યો
- ઝાય રિચર્ડસનને 14 કરોડ રૂપિયામાં કિંગ્સ પંજાબે પોતાની ટીમમાં સામેલ કર્યો
- બાંગ્લાદેશના મુસ્તફિઝુર રહમાનને રાજસ્થાન રોયલ્સે 1 કરોડમાં ખરીદ્યો
- ન્યૂઝીલેન્ડના બોલર એડન મિલ્ને 3.20 કરોડમાં મુંબઈ ઈન્ડિયન્સમાં થયો સામેલ
- શ્રીલંકાના વિકેટકીપર થિસારા પરેરાને કોઈએ ન ખરીદ્યો
- ઈંગ્લેન્ડનો સેમ બિલિંગ્સ અનસોલ્ડ
- એલેક્સ કેરી અનસોલ્ડ
- ન્યૂઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સને કોઈએ ન ખરીદ્યો
- નંબર-1 ટી20 બેટ્સમેન ડેવિડ મલાનને કિંગ્સ પંજાબે 1.50 કરોડની બેઝ પ્રાઇઝમાં ખરીદ્યો
- ક્રિસ મોરિસ બન્યો આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. મોરિસને 16.25 કરોડમાં રાજસ્થાન રોયલ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો. આ પહેલા 2014મા યુવરાજ સિંહને દિલ્હીએ 16 કરોડમાં ખરીદ્યો હતો.
- ભારતના યુવા ખેલાડી શિવમ દુબેને 4.40 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો
- ચેન્નઈ સુપર કિંગ્સે મોઇન અલીને 7 કરોડમાં ખરીદ્યો
- કેદાર દાધવ અનલોસ્ડ
- રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ગ્લેન મેક્સવેલને 14.25 કરોડમાં ખરીદ્યો
- ભારતના ટેસ્ટ ખેલાડી હનુમા વિહારી પણ ન વેચાયો
- એરોન ફિન્ચને ખરીદદાર ન મળ્યા
- ઇવિન લુઈસ ન વેચાયો
- સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સે 2.20 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો
- જેસન રોય ન વેચાયો
- ઈંગ્લેન્ડના એલેક્સ હેલ્સને ખરીદદાર ન મળ્યું
- ભારતીય ખેલાડી કરૂણ નાયર ન વેચાયો
કેટલા ખેલાડીઓ ભાગ લેશેઃ 292 ખેલાડીઓ 61 ખાલી જગ્યાઓ માટે ભાગ લેશે. આઈપીએલ 2021ની હરાજી માટે કુલ 1114 ક્રિકેટરોએ નોંધણી કરાવી હતી. ત્યારબાદ ફ્રેન્ચાઇઝીએ શોર્ટ લિસ્ટ કરીને 292 ખેલાડીઓને ફાઇનલ કર્યા છે. જેમાં કુલ 11 જેટલા ખેલાડીઓની બેઝ પ્રાઇઝ 2 કરોડ છે, જેમાં બે ભારતીય ખેલાડીઓ પણ છે.
સૌથી મોંઘો વિદેશી ખેલાડી
ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ આઈપીએલ ઈતિહાસમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી છે. કમિન્સને 2020મા કોલકત્તાએ 15.5 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો હતો.
IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી
યુવરાજ સિંહ આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી સૌથી મોંઘો વેચાનાર ખેલાડી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે આઈપીએલ 2015ની હરાજીમાં ઈતિહાસ રચી દીધો હતો. યુવરાજને દિલ્હીએ 16 કરોડમાં ખરીદ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube