IPL auction 2021: સ્ટીવ સ્મિથ આ વર્ષે દિલ્હી કેપિટલ્સમાં, જાણો કેટલા રૂપિયામાં વેચાયો
સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
ચેન્નઈઃ ચેન્નઈમાં આઈપીએલ 2021ની સીઝન માટે ખેલાડીઓની હરાજી શરૂ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સે પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે. આજે શરૂ થયેલી હરાજીમાં સ્ટીવ સ્મિથ દિલ્હી અને બેંગલુરૂએ બોલી લગાવી હતી.
સ્મિથ આ વખતે દિલ્હી કેપિટલ્સમાં
સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. સ્મિથની બેઝ પ્રાઇઝ 2 કરોડ હતી. જેને દિલ્હીએ 2.20 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. મહત્વનું છે કે સ્મીથ રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન હતો પણ તેને રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. સ્મિથને આ વખતે મોટુ નુકસાન થયું છે. રાજસ્થાન રોયલ્સ તેને 12.50 કરોડ આપતી હતી.
ચેન્નઈમાં હરાજી શરૂ
આઈપીએલ 2021ના મિની ઓક્શનનું ગુરૂવાર એટલે કે 18 ફેબ્રુઆરીએ આયોજન થવાનું છે. આ વખતે કુલ 292 ખેલાડીઓને હરાજી માટે સામેલ કરવામાં આવ્યા છે. વિદેશી ખેલાડીઓની વાત કરીએ તો હરાજીમાં તેની સંખ્યા કુલ 128 છે. પરંતુ આઠેય ફ્રેન્ચાઇઝીમાં મળીને કુલ 22 વિદેશી ખેલાડીઓની જગ્યા ખાલી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube