IPL 2021 auction: આજે તૂટશે યુવરાજ સિંહનો રેકોર્ડ? આ છે આઈપીએલ ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી
આઈપીએલ 2021 માટે ખેલાડીઓની હરાજી આજે થવાની છે. 61 સ્થળો ભરવા માટે બોલી લાગશે. હરાજીની યાદીમાં 164 ભારતીય અને 124 વિદેશી ખેલાડી સામેલ છે.
ચેન્નઈઃ આઈપીએલ 2021 (IPL 2021) માટે ખેલાડીઓની હરાજી આજે ચેન્નઈમાં થશે. આઈપીએલની આઠ ફ્રેન્ચાઇઝી 61 સ્થાનો ભરવા માટે બોલી લગાવશે. હરાજીની યાદીમાં હવે 164 ભારતીય, 124 વિદેશી અને 3 એસોસિએટ દેશોના ત્રણ ખેલાડી સામેલ છે. હરાજી આજે બપોરે 3 કલાકે શરૂ થશે. તો હરાજી પહેલા ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડે પોતાનું નામ પરત લઈ લીધુ છે.
યુવરાજ સિંહ આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી સૌથી મોંઘો વેચાનાર ખેલાડી છે. હવે તે જોવાનું રહેશે કે આજે યુવરાજ સિંહનો રેકોર્ડ તૂટે છે કે નહીં.
આઈપીએલમાં અત્યાર સુધી સૌથી મોંઘા ખેલાડીઓ વિશે જાણો
1. યુવરાજ સિંહઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે આઈપીએલ 2015ની હરાજીમાં ઈતિહાસ રચી દીધો હતો. યુવરાજને દિલ્હી ડેયરડેવિલ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો વેચાનાર ખેલાડી છે.
2. પેટ કમિન્સઃ ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટકમિન્સ આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી છે. કમિન્સે આ મામલામાં સ્ટોક્સને પાછળ છોડી દીધો હતો. 2020ની હરાજીમાં કોલકત્તાએ તેને 15.5 કરોડમાં ખરીદ્યો હતો.
આ પણ વાંચોઃ IPL auction 2021: આજે ડિમાન્ડમાં રહેશે આ ખેલાડી, જાણો આઈપીએલ હરાજીની સંપૂર્ણ માહિતી
3. બેન સ્ટોક્સ- ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને 1017ની હરાજીમાં પુણે સુપરજાયન્ટ્સે 14.5 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
4. યુવરાજ સિંહઃ દિલ્હી ડેયરડેવિલ્સે યુવરાજ સિંહને 2014ની સીઝનમાં 14 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો હતો.
5. બેન સ્ટોક્સઃ યુવરાજની જેમ બેન સ્ટોક્સે આ લિસ્ટમાં બીજીવાર સ્થાન મેળવ્યુ છે. સ્ટોક્સને 2018ની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે 12.5 કરોડ આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
6. દિનેશ કાર્તિકઃ વિકેટકીપર દિનેશ કાર્તિકને 2014ની હરાજીમાં મોટી રકમ મળી હતી. દિલ્હીએ તેને 12.5 કરોડ રૂપિયા આપીને લીધો હતો.
આ પણ વાંચોઃ IPL auction 2021 : હરાજીમાં આ 5 વિદેશી ખેલાડીઓ પર રહેશે બધાની નજર, મળી શકે છે મોટી રકમ
7. જયદેવ ઉનડકટઃ જયદેવ ઉનડકટ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો ભારતીય ફાસ્ટ બોલર છે. સૌરાષ્ટ્રના આ બોલરે 2017મા પુણે તરફથી રમતા હેટ્રિક ઝડપી હતી. ત્યારબાદ 2018ની હરાજીમાં રાજસ્થાને તેને 11.5 કરોડ આપીને સામેલ કર્યો હતો.
8. ગૌતમ ગંભીરઃ પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીરને કોલકત્તાએ 2011ની સીઝનમાં 11.4 કરોડ આપીને ટીમમાં સામેલ કર્યો હતો.
9. કેએલ રાહુલઃ કેએલ રાહુલને કિંગ્સ ઇલેવન પંજાબે 2018ની હરાજીમાં 11 કરોડ રૂપિયા આપ્યા હતા.
10. મનીષ પાંડેઃ ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન મનીષ પાંડેને 2018માં સનરાઇઝર્સ હૈદરાબાદે 11 કરોડ રૂપિયા આપી પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube