મુંબઈ ઈન્ડિયન્સે આ ખેલાડી માટે ખર્ચ કરી મોટી રકમ, બચી ગયો યુવરાજ સિંહનો રેકોર્ડ

IPL 2022 Mega Auction: આઈપીએલની હરાજીમાં ઈશાન કિશને રેકોર્ડ બનાવી લીધો છે. તેને ફરી મુંબઈ ઈન્ડિયન્સે પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
નવી દિલ્હીઃ આઈપીએલ 2022 મેગા ઓક્શનનું આયોજન બેંગલોરમાં થયું છે. મુંબઈ ઈન્ડિયન્સે એક સ્ટાર વિકેટકીપર માટે કરોડો રૂપિયા ખર્ચી દીધા છે. આ ખેલાડી માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ બધા સાથે જંગ કરતી જોવા મળી હતી. આ ખેલાડી પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે અને તે વિકેટકીપિંગ પણ કરે છે.
આ ખેલાડી માટે લાગી મોટી બોલી
ઈશાન કિશનની બોલી બે કરોડથી શરૂ થઈ હતી. તેના માટે મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત ટાઈટન્સ, પંજાબ કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદે હોલી લગાવી હતી. અંતમાં મુંબઈએ ઈશાન કિશનને 15.25 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. આ સાથે યુવરાજ સિંહનો રેકોર્ડ બચી ગયો છે, જે ઓક્શનમાં ખરીદાયેલો સૌથી મોંઘો ભારતીય ક્રિકેટર છે. યુવરાજને 16 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. ઈશાન કિશન માટે મુંબઈએ મોટી બોલી લગાવી હતી. તેણે હૈદરાબાદને પછાડતા કિશનને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
IPL 2022 Auction: આ યુવા ખેલાડીઓ પર થયો રૂપિયાનો વરસાદ, જાણો કોને કેટલી રકમ મળી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube