નવી દિલ્હીઃ IPL Mega Auction 2022, West Indies Players: ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજીમાં વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. હરાજીમાં અત્યાર સુધી કુલ 11 વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓને ખરીદવામાં આવ્યા છે. તો ત્રણ ખેલાડી અનસોલ્ડ રહ્યા. જાણો ક્યા ખેલાડીને કઈ ટીમે પોતાની સાથે સામેલ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેસ્ટ ઈન્ડિઝના આ ખેલાડી વેચાયા


1- શિમરોન હેટમાયર – રૂ 8.50 કરોડ રાજસ્થાન રોયલ્સ


2- ડ્વેન બ્રાવો - 4.40 કરોડ રૂપિયા ચેન્નાઈ સુપર કિંગ્સ


3- જેસન હોલ્ડર - 8.75 કરોડ રૂપિયા લખનૌ


4- નિકોલસ પૂરન - 10.75 કરોડ રૂપિયા સનરાઇઝર્સ હૈદરાબાદ


5- ડોમિનિક ડ્રેકસ-  રૂ. 1.10 કરોડ ગુજરાત


6- રોવમેન પોવેલ- રૂ 2.80 કરોડ દિલ્હી કેપિટલ્સ


7- રોમારિયો શેફર્ડ - 7.75 કરોડ રૂપિયા સનરાઇઝર્સ હૈદરાબાદ


8- ઓબેદ મેકોય- રૂ. 75 લાખ રાજસ્થાન રોયલ્સ


9- ઓડિયન સ્મિથ - રૂ. 6 કરોડ પંજાબ કિંગ્સ


10- અલઝારી જોસેફ - રૂ. 2.40 કરોડ ગુજરાત ટાઇટન્સ


11- શેરફેન રધરફોર્ડ - રૂ. 1 કરોડ આરસીબી


આ પણ વાંચોઃ IPL Auction 2022: આ ખેલાડીઓને લાગી લોટરી, જુઓ સૌથી વધુ રૂપિયા મેળવનાર પ્લેયર્સનું લિસ્ટ


હરાજીમાં આ વિદેશી અનકેપ્ટ ખેલાડી પર લાગી બોલી
વિદેશી અનકેપ્ડ ખેલાડીઓમાં દક્ષિણ આફ્રિકાના 18 વર્ષના વિસ્ફોટક બેટર ડેવોલ્ડ બ્રેવિસને મુંબઈ ઈન્ડિયન્સે 3 કરોડમાં ખરીદ્યો છે. તો ટિમ ડેવિડ, જે સિંગાપુર માટે રમી ચુક્યો છે, તેણે ઓક્શનમાં પોતાનું નામ અનકેપ્ડ ખેલાડીના લિસ્ટમાં આપ્યું હતું. 


ટિમ ડેવિડને મુંબઈ ઈન્ડિયન્સે 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે આ પહેલા આરસીબી તરફથી રમી ચુક્યો છે. તો અફઘાનિસ્તાનના યુવા સ્પિનર નૂર અહમદને ગુજરાત ટાઈટન્સે બેઝ પ્રાઇઝ 30 લાખમાં ખરીદ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube