છેલ્લી ઓવરમાં 5 સિક્સર આપનાર બોલરના નસીબ ખુલી ગયા, આ ટીમે 5 કરોડમાં ખરીદ્યો
IPL 2024 Auction: IPL 2024ના ઓક્શનમાં કહી ખુશી કહીં ગમનો માહોલ છે. ઘણા ખેલાડીઓનું નસીબ એવી રીતે ચમક્યું કે જેની તેમને અપેક્ષા પણ નહોતી. મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સથી લઈને યશ દયાલ સુધી આવા ખેલાડીઓ છે.
દુબઈઃ IPL 2024 નું આજે ઓક્શન હતું. જેમાં સૌથી વધારે લાભ બોલરોને થયો છે. ઓસ્ટ્રેલિયાના 2 ખેલાડીના તો નસીબ ચમકી ગયા છે. આ સિવાય એક ખેલાડી એવો પણ છે જેને છેલ્લી ઓવરમાં 5 છગ્ગા આપી ટીમને હાર અપાવી હોવા છતાં આ ખેલાડીને પણ ફાયદો થયો છે. યશ દયાલ એ ખેલાડી છે જેની સામે રિંકુ સિંહે છેલ્લી ઓવરમાં 5 સિક્સ ફટકારી હતી. આઈપીએલ 2023ની આ મેચ પછી જ્યારે રિંકુ સિંહનો સિતારો આકાશમાં ચમકવા લાગ્યો હતો, ત્યારે યશ દયાલની હાલત ખરાબ થઈ ગઈ હતી. પરંતુ IPL ઓક્શન 2024માં યશ દયાલનો સિતારો ફરી ચમક્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે યશ દયાલને 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ તેની ગયા વર્ષની કિંમત કરતાં 1.80 કરોડ રૂપિયા વધુ છે.
યશ દયાલ ડાબોડી ફાસ્ટ બોલર છે. જે 2022 અને 2023માં ગુજરાત ટાઇટન્સનો સભ્ય હતો. વર્ષ 2023માં ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ યશ દયાલ માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ હતી. યશ દયાલે આ મેચની છેલ્લી ઓવર ફેંકી હતી, જેમાં કોલકાતાએ 30 રન બનાવીને જીત મેળવી હતી. યશ દયાલની આ ઓવરમાં રિંકુ સિંહે સતત 5 સિક્સર ફટકારી હતી.
આ પણ વાંચોઃ ધોનીની ટીમમાં સામેલ થયો નવો સિક્સર કિંગ, ચેન્નઈએ 8.40 કરોડમાં ખરીદ્યો
ક્રિકેટ પ્રેમીઓ જાણે છે કે ગુજરાત ટાઇટન્સે યશ દયાલને રૂ. 3.20 કરોડમાં ખરીદ્યો હતો. બે વર્ષ પછી યશ દયાલની ટીમ બદલાઈ છે. હવે તે વિરાટ કોહલીની આરસીબીનો ભાગ છે.
IPLની હરાજીમાં ઘણા ખેલાડીઓ કરોડપતિ બન્યા, પરંતુ મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સનું શું કહેવું. પેટ કમિન્સ 20 કરોડથી વધુની બોલી મેળવનાર પ્રથમ IPL ખેલાડી બન્યો. સનરાઇઝર્સ હૈદરાબાદે પેટ કમિન્સને 20.50 કરોડમાં ખરીદ્યો હતો. લગભગ એક કલાક પછી, પેટ કમિન્સનો સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ તૂટી ગયો જ્યારે મિચેલ સ્ટાર્ક પર રૂ. 24.75 કરોડની બોલી લગાવવામાં આવી. ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડમાં ખરીદ્યો હતો. આજના ઓક્શને IPLમાં નવો ઇતિહાસ રચ્યો છે. જેમાં સૌથી વધારે ફાયદો બોલરોને થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube