IPL Auction 2019: આર્કિટેક્ચરમાંથી બન્યો ક્રિકેટર, પંજાબે 8.4 કરોડમાં ખરીદ્યો
વરૂણ ચક્રવર્તી આંતરરાષ્ટ્રીય સ્તરે ભલે અજાણ્યો ખેલાડી છે પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની ટીમ તમિલનાડુ માટે ઘણીવાર ચમત્કારિક પ્રદર્શન કર્યું છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 12 સિઝન માટે બોલીમાં એક એવા ખેલાડી પર ખુબ ધનવર્ષા થઈ જેના પર લગભગ કોઈને આશા હશે. આ ચોંકવનારૂ નામ વરૂણ ચક્રવર્તી (Varun Chakravarthy) છે. તેને 8.4 કરોડ રૂપિયામાં કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદ્યો છે. વરૂણને બેઝ પ્રાઇઝ 20 લાખ કરતા 42 ગણી વધુ રકમ મળી છે. દિલ્હી અને ચેન્નઈએ બોકી શરૂ કરી. જોતા જોતામાં તો રોમાંચકતા આવી તો પંજાબ અને કોલકત્તા પણ કુદી પડ્યા હતા. 20 લાખથી શરૂ થયેલી બોલી 8.4 કરોડ પર રોકાઈ હતી.
કોણ છે વરૂણ ચક્રવર્તી અને કેમ લાગી આટલી ઊંચી બોલી
વરૂણ ચક્રવર્તી આંતરરાષ્ટ્રીય સ્તરે ભલે અજાણ્યો ખેલાડી છે પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની ટીમ તમિલનાડુ માટે ઘણીવાર ચમત્કારિક પ્રદર્શન કર્યું છે. તમિલનાડુ પ્રીમિયર લીગ દરમિયાન તેનું નામ પ્રથમવાર સામે આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં તેણે ઘણા ટોપ બેટ્સમેનોને આઉટ કર્યા બતા. ત્યારબાદ તેને વિજય હજારે ટ્રોફીમાં તક મળી હતી. અહીં તેણે 9 મેચમાં 22 વિકેટ ઝડપીને સનસની મચાવી દીધી હતી. ગ્રુપ સ્ટેજમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર હતો.
આર્કિટેક્ચરનો કોર્ષ, પરંતુ ક્રિકેટ ચાલું રાખ્યું
ચોંકાવનારી વાત છે કે 13 વર્ષની ઉંમરે ક્રિકેટમાં કરિયર શરૂ કરનાર વરૂણ વિકેટકીપર બેટ્સમેન હતો. તેણે ચેન્નઈના એસઆરએમ વિશ્વવિદ્યાલયમાંથી આર્કિટેક્ચરની ડિગ્રી પૂરી કરી હતી. ત્યારબાદ તેણે ફ્રીલાન્સ કામ શરૂ કર્યું, પરંટુ ટેનિસ બોલથી ક્રિકેટ રમવાનું ચાલું રાખ્યું હતું. એક સમય આવ્યો કે, તેણે ક્રિકેટને કારણે નોકરી છોડી દીધી. તેણે ક્રોમબેસ્ટ ક્રિકેટ ક્લબમાં ઓલરાઉન્ડર તરીકે જોઈન કર્યું. પરંતુ અહીં તેને નસીબે સાથ ન આપ્યો. તેણે ફાસ્ટ બોલિંગ છોડવી પડી, કારણ કે બીજી મેચમાં તેને ઘુટણમાં ઈજા થઈ હતી.
સ્પિનર બનવાનું વિચાર્યું
ઘુંટણની ઈજા બાદ વરૂણે સ્પિનર બનવાનો નિર્ણય લીધો. ઈજામાંથી વાપસી કર્યા હાદ તેણે ચેન્નઈ લીગની ચોથી સિઝનમાં ઝુબલી ક્રિકેટ ક્લબમાં જોડાયો. આ ટૂર્નામેન્ટમાં તેણે ઘાતક બોલિંગ કરતા માત્ર 7 મેચોમાં 31 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે એક શાનદાર અડધી સદી પણ ફટકારી હતી. રેકોર્ડ જોઈને તમે પણ કહેશો કે પ્રિતી ઝિંટાની ટીમે તેને આમ જ ખરીદ્યો નથી.
બોલિંગમાં છે 7 વેરિએશન
- ઓફ બ્રેક
- લેગ બ્રેક
- ગુગલી
- કેરમ બોલ
- ફ્લિપર
- ટોપ સ્પિન
- સ્લાઇડર બોલ (આ યોર્કરની જેમ હોય છે)