નવી દિલ્લી: રાજસ્થાન રોયલ્સ ટીમમાંથી રમતા ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર એન્ડ્રુ ટાઈ રવિવારે ખાનગી કારણોથી સ્વદેશ પાછો ફર્યો. જેનાથી તે ફ્રેન્ચાઈઝીની હાલની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી હટનારો ચોથો વિદેશી ખેલાડી બની ગયો. તેની પહેલાં ઈંગ્લેન્ડનો જોફ્રા આર્ચર હાથની સર્જરી, બેન સ્ટોક્સ આંગળીમાં ફ્રેક્ચર અને લિયામ લિવિંગસ્ટોન બાયો-બબલના થાકના કારણે હટવાનો નિર્ણય કરી ચૂક્યા હતા. રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધી 5 મેચમાં 2 જીત મેળવી છે અને તે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાન રોયલ્સને કયા 4 વિદેશી ખેલાડીઓએ ઝટકો આપ્યો:
1. એન્ડ઼્રુ ટાઈ - રાજસ્થાન રોયલ્સ
1 કરોડમાં ખરીદ્યો
2021માં એકપણ મેચ રમ્યો નહીં
2020માં એક મેચ રમ્યો હતો
ખાનગી કારણથી સ્વદેશ પાછો ફર્યો



2.જોફ્રા આર્ચર- રાજસ્થાન રોયલ્સ
7.20 કરોડમાં ખરીદ્યો
2021માં એકપણ મેચ રમ્યો નહીં
2020માં ઝડપી હતી 20 વિકેટ
હાથની સર્જરી થતાં ભારત ન આવ્યો


3. બેન સ્ટોક્સ - રાજસ્થાન રોયલ્સ
12.50 કરોડમાં ખરીદ્યો
2021માં માત્ર એક મેચ રમ્યો
પહેલી મેચમાં આંગળીમાં ઈજાના કારણે આઈપીએલમાં બહાર થયો
2020માં 285 રન બનાવ્યા અને 2 વિકેટ ઝડપી


4.લિયામ લિવિંગસ્ટોન - રાજસ્થાન રોયલ્સ
75 લાખમાં ખરીદ્યો
2021માં એકપણ મેચ રમ્યો નહીં
2019માં 4 મેચમાં બનાવ્યા હતા 71 રન
બાયો બબલના થાકના કારણે ટુર્નામેન્ટ છોડી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube