Team India Cricketers: IPL 2023 ની વિસ્ફોટક સીઝન પૂરી થઈ ગઈ છે અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે પાંચમી વખત આઈપીએલ ટ્રોફી જીતી છે. IPL 2023ની સિઝન પૂરી થતાની સાથે જ ટીમ ઈન્ડિયાના 3 ક્રિકેટરોનું IPL કરિયર લગભગ પૂરું થઈ ગયુ હોવાનું માનવામાં આવે છે. આ સિઝનમાં ખરાબ પ્રદર્શન બાદ હવે કોઈ પણ ટીમ આગામી IPL 2024 સિઝનમાં આ 3 ખેલાડીઓને પોતાની સાથે જોડવા માંગશે નહીં. IPL 2023માં તેમના ખરાબ પ્રદર્શનને કારણે આ 3 ક્રિકેટર્સ અચાનક ફેન્સ માટે વિલન બની ગયા. આ 3 ભારતીય ખેલાડીઓનું IPL કરિયર આ સિઝનમાં જ ખતમ થાય તેમ લાગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. મનીષ પાંડે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટની જેમ મનીષ પાંડેની આઈપીએલ કારકિર્દી પણ ખતમ થવાના આરે પહોંચી ગઈ છે. IPL 2023માં, મનીષ પાંડે 10 મેચોમાં 17.78ની ખૂબ જ નબળી એવરેજથી માત્ર 160 રન જ બનાવી શક્યો. IPL 2023માં મનીષ પાંડેનું પ્રદર્શન ઘણું નિરાશાજનક છે. મનીષ પાંડે આઈપીએલ 2023માં ટીમમાં હતો કે નહીં તેનાથી દિલ્હી કેપિટલ્સને કોઈ ફરક પડ્યો નથી. મનીષ પાંડે કદાચ આ વર્ષે તેની છેલ્લી IPL સિઝન રમી ચૂક્યો છે. કોઈ પણ ટીમ આવતા વર્ષે IPL 2024ની હરાજીમાં મનીષ પાંડેને સામેલ કરવા માંગતી નથી. તમને જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સે આ વર્ષે મનીષ પાંડે પર ઘણો વિશ્વાસ દર્શાવ્યો હતો અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો..


આ પણ વાંચો:
સવાર સવારમાં આવ્યા મોટા ખુશખબર! LPG સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
ગાભા કાઢી નાખશે ગરમી! અગનભઠ્ઠીની જેમ તપશે ગુજરાત, અમદાવાદીઓ ખાસ સાચવજો
1 June 2023: આજથી બદલી ગયા આ નિયમ, જાણો તમારા ખિસ્સા પર કેટલી થશે અસર


2. મનદીપ સિંહ
મનદીપ સિંહ IPL 2023માં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર બેટ્સમેન છે. IPL 2023માં, મનદીપ સિંહ 3 મેચમાં 4.67ની ખૂબ જ નબળી એવરેજથી માત્ર 14 રન જ બનાવી શક્યો હતો. IPL 2023માં ભાગ્યે જ કોઈ બેટ્સમેને આટલું ખરાબ પ્રદર્શન કર્યું હોય. મનદીપ સિંહ IPL 2023 સીઝનમાં અત્યાર સુધી માત્ર 2, 0 અને 12 રન જ બનાવી શક્યો છે. આઈપીએલ 2023માં આ વખતે મનદીપ સિંહનું બેટ સંપૂર્ણપણે શાંત થઈ ગયું છે. 31 વર્ષીય બેટ્સમેન મનદીપ સિંહને IPLમાં ઘણી તકો મળી છે, જેને તેણે ખરાબ રીતે વેડફી નાખી છે. આઈપીએલ 2023ના આ ફ્લોપ શો બાદ મનદીપ સિંહની આઈપીએલ કારકિર્દી આ સિઝનમાં ખતમ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.


3. મયંક અગ્રવાલ
IPL 2023ના ફ્લોપ શો બાદ મયંક અગ્રવાલનું IPL કરિયર આ સિઝનમાં ખતમ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. મયંક અગ્રવાલના ખરાબ પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો હતો. IPL 2023 માં, મયંક અગ્રવાલ 10 મેચોમાં 27.00 ની ખૂબ જ નબળી સરેરાશથી માત્ર 270 રન જ બનાવી શક્યો. મયંક અગ્રવાલ આઈપીએલ 2023માં સનરાઈઝર્સ હૈદરાબાદમાં હતો પરંતુ તે ફ્લોપ સાબિત થયો હતો. આ ખરાબ પ્રદર્શનના આધારે કોઈ પણ આઈપીએલ ટીમ આવતા વર્ષે મયંક અગ્રવાલને સામેલ કરવા ઈચ્છશે નહીં. 

આ પણ વાંચો:
Oral Health : દાંત અને પેઢાને રાખવા હોય સ્વસ્થ તો આટલા દિવસ પછી બદલી દેવું ટુથ બ્રશ
Shani Vakri 2023: આ તારીખે શનિ થશે વક્રી, 139 દિવસ સુધી 3 રાશિઓને કરાવશે ફાયદો

રાશિફળ 01 જૂન: વૃષભ સહિત આ 3 રાશિવાળા માટે ભાગ્યશાળી છે આજનો દિવસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube