અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદે ફાઇનલની મજા બગાડી નાખી છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાનારી ફાઇનલ મેચમાં ભારે વરસાદને કારણે ટોસ પણ થઈ શક્યો નથી. હવે મેચ આવતીકાલે રિઝર્વ ડેમાં રમાશે. નોંધનીય છે કે અમદાવાદમાં ભારે વરસાદને કારણે મેચ પર અસર પડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે આવતીકાલે સાંજે 7.30 કલાકે શરૂ થશે મેચ
અમદાવાદમાં હવે આવતીકાલ એટલે કે સોમવારે સાંજે 7.30 કલાકે મેચ શરૂ થશે. રિઝર્વ ડેમાં આખી મેચ રમાશે. ટોસ સાંજે સાત કલાકે થશે. જો આવતીકાલે પણ વરસાદ પડે અને મેચ રમાવાની શક્ય ન બને તો પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેવાને કારણે ગુજરાત ટાઈટન્સને વિજેતા જાહેર કરવામાં આવશે. 


ચેન્નઈ સુપર કિંગ્સ ટીમઃ એમએસ ધોની (કેપ્ટન અને વિકેટ-કીપર), આકાશ સિંહ, મોઈન અલી, ભગત વર્મા, દીપક ચહર, ડેવોન કોનવે, તુષાર દેશપાંડે, શિવમ દુબે, રુતુરાજ ગાયકવાડ, રાજવર્ધન હંગરગેકર, રવિન્દ્ર જાડેજા, સિસાંડા મગાલા, અજય મંડલ, મથિશા પથિરાના, ડી. પ્રિટોરિયસ, અજિંક્ય રહાણે, શૈક રાશિદ, અંબાતી રાયડુ, મિશેલ સેન્ટનર, સુભ્રાંશુ સેનાપતિ, સિમરજીત સિંહ, નિશાંત સિંધુ, પ્રશાંત સોલંકી, મહેશ તિક્ષ્ણા.


ગુજરાત ટાઈટન્સ ટીમઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઓડિયન સ્મિથ, રાહુલ તેવટિયા, મેથ્યુ વેડ, જયંત યાદવ, યશ દયાલ, દાસુન શનાકા, અભિનવ મનોહર, ડેવિડ મિલર, દર્શન નલકાંડે, મોહમ્મદ શમી, ઉર્વીલ પટેલ, નૂર અહેમદ, રિદ્ધિમાન સાહા, રાશિદ ખાન, સાઈ કિશોર , સાંઈ સુદર્શન, પ્રદીપ સાંગવાન, વિજય શંકર, મોહિત શર્મા, શિવમ માવી, શુભમન ગિલ, શ્રીકર ભરત, અલઝારી જોસેફ, જોશુઆ લિટલ.