KKR vs SRH IPL Final 2024: IPL 2024 ની ફાઈનલ મેચ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો રવિવારે (26 મે)ના રોજ ખિતાબી મુકાબલામાં સામસામે ટકરાશે. લીગ રાઉન્ડ બાદ કોલકાતાની ટીમ 22 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. બીજી તરફ સનરાઈઝર્સ ટીમ 17 પોઈન્ટ સાથે બીજા સ્થાને હતી. કોલકાતાએ ક્વોલિફાયર-1માં સનરાઇઝર્સને હરાવ્યું હતું. આ પછી હૈદરાબાદની ટીમે બીજા ક્વોલિફાયરમાં રાજસ્થાનને હરાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે કમિન્સ પર બિડ મૂકવામાં આવી ત્યારે લોકો હસી પડ્યા હતાઃ
સનરાઇઝર્સને ફાઇનલમાં પહોંચાડવામાં કેપ્ટન પેટ કમિન્સનું સૌથી મોટું યોગદાન છે. તેણે પોતાની શાનદાર કેપ્ટનશિપ અને બોલિંગથી મહત્વની ભૂમિકા ભજવી છે. કમિન્સને આઈપીએલ મિની ઓક્શનમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે સનરાઇઝર્સની કો-ઓનર કાવ્યા મારને તેના માટે આટલી મોટી બોલી લગાવી ત્યારે ઓક્શન રૂમમાં બધા હસી પડ્યા હતા. લોકો મજાક ઉડાવતા હતા કે આટવો મોંઘો ખેલાડી તો લેવાતો હશે, આટલા રૂપિયા આ ખેલાડીને થોડી અપાય, સૌ કોઈ કમિન્સ માટે એવું કહેતા હતા. આજે એ જ ખેલાડી કપ્તાન બનીને પોતાની ટીમને ફાઈનલમાં લઈને આવ્યો છે. તે IPL ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.


કમિન્સે કેપ્ટનશીપમાં કમાલ કરી:
કાવ્યા મારનની ટીમમાં બધું બરાબર હતું, પરંતુ તેમને એક એવા કેપ્ટનની જરૂર હતી જે ટીમનું મનોબળ વધારશે અને તેમને નવા અભિગમ સાથે રમવાની પ્રેરણા આપે. કમિન્સે બરાબર એ જ કર્યું. ગયા વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને ODI વર્લ્ડ કપની ફાઈનલ જીતનાર કમિન્સે ટીમનો અભિગમ બદલ્યો હતો. તેમના ખેલાડીઓએ નિર્ભયતાથી રમવાનું શરૂ કર્યું અને પાવર પ્લે દરમિયાન લગભગ દરેક મેચમાં 100 રન સુધી પહોંચવાનું શરૂ કર્યું. કમિન્સે યોગ્ય સમયે યોગ્ય ફેરફારો કર્યા અને ટીમને ફાઇનલમાં પહોંચાડી. તેણે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 15 મેચમાં 17 વિકેટ લીધી.


સ્ટાર્કે જબરદસ્ત વાપસી કરી:
હવે વાત કરીએ મિશેલ સ્ટાર્કની. કોલકાતા નાઈટ રાઈડર્સે ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાના આ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર પર પૈસા ખર્ચ્યા હતા. ફ્રેન્ચાઇઝીએ તેને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શરૂઆતની મેચોમાં ખૂબ જ ખર્ચાળ સાબિત થયેલા સ્ટાર્કે ટૂર્નામેન્ટના બીજા હાફમાં જોરદાર વાપસી કરી હતી. તેણે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં 4 વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી હતી.


સ્ટાર્કે ક્વોલિફાયર-1માં કમાલ કરી:
સ્ટાર્કે અગાઉ લખનૌ સામે 3 વિકેટ ઝડપી હતી. એક મેચમાં 4 વિકેટ લીધી. સ્ટાર્કે પ્લેઓફમાં પોતાના અનુભવનો ઉપયોગ કર્યો હતો અને ક્વોલિફાયર-1માં સનરાઈઝર્સ સામે 3 વિકેટ લીધી હતી. જેમાં ટ્રેવિસ હેડની વિકેટનો સમાવેશ થાય છે. હવે જોવાનું એ રહે છે કે તે પોતાના દેશ ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ અને વનડે કેપ્ટન પેટ કમિન્સ સામે ફાઇનલમાં કેવું પ્રદર્શન કરે છે.