નવી દિલ્હીઃ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની કટ્ટરતા કોઈથી છુપાયેલી નથી. બંન્ને ટીમો મેદાન પર જ્યારે એક-બીજા વિરુદ્ધ ટકરાય, તો રોમાંચ પોતાના ચરમ પર હોય છે. મુંબઈ અને ચેન્નઈની ટીમો આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમોમાં સામેલ છે અને બંન્ને સૌથી વધુ 3-3 વખત આઈપીએલનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. રવિવારે રમાનારી ફાઇનલ બાદ બંન્નેમાંથી કોઈ એક ટીમની ધાક વધુ વધી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાઇનલ પહેલા મુંબઈના કેપ્ટન રોહિત શર્મા મેચ પર પૂરી રીતે ફોકસ છે અને તેણે પોતાની ટીમને આ મેચમાં પૂરી તાકાત દેખાડવાની અપીલ કરી છે. રોહિતે પોતાના ટ્વીટર એકાઉન્ટ મુંબઈ ઈન્ડિયન્સને ટેગ કરતા લખ્યું, 'આ સિઝનમાં બસ એક વાર વધુ મુંબઈ ઈન્ડિયન્સ.'


IPL 2019 MI vs CSK: ચોથા ટાઇટલ માટે ચોથો જંગ

બંન્ને ટીમો વચ્ચે આઈપીએલ ફાઇનલ મેચોનો ઈતિહાસ જુઓ તો અહીં પણ મુંબઈનું પલડું ભારે જોવા મળે છે. બંન્ને ટીમોએ આ પહેલા ત્રણ મુકાબલા રમ્યા છે. આ ત્રણ ફાઇનલમાં 2 વખત તો મુંબઈ અને એક વાર ચેન્નઈની ટીમ જીતી છે. 


ચેન્નઈએ વર્ષ 2010માં મુંબઈ વિરુદ્ધ પ્રથમ વખત ફાઇનલ જીતીને પ્રથમવાર આઈપીએલનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ત્યારબાદ 2013 અને 2015માં પણ બંન્ને ટીમો વચ્ચે ફાઇનલ મુકાબલો રમાયો અને મુંબઈએ બાજી મારી હતી. 


IPL 2019 Final MI vs CSK: મુંબઈ અને ચેન્નઈ વચ્ચે ફાઇનલ ફાઇટ, જાણો કોણ છે કોના પર ભારે