IPL Media Rights Auction: હરાજીની પ્રક્રિયામાંથી અમેઝોનની પાછી પાની, આ ચાર કંપનીઓ વચ્ચે ટક્કર
ઇન્ડીયન પ્રીમિયર લીગની 2023 થી 2027 સાયકલ માટે મીડિયા અને ડિજિટલ રાઇટ્સની હરાજીની પ્રક્રિયા આજે રવિવારે થવાની છે. હરાજીના ઠીક પહેલાં દુનિયાની સૌથી મોટી કંપનીમાંની એક અમેઝોને હરાજીની પ્રક્રિયામાંથી પાછી કરી લીધી છે.
IPL Media Rights Auction 2022: ઇન્ડીયન પ્રીમિયર લીગની 2023 થી 2027 સાયકલ માટે મીડિયા અને ડિજિટલ રાઇટ્સની હરાજીની પ્રક્રિયા આજે રવિવારે થવાની છે. હરાજીના ઠીક પહેલાં દુનિયાની સૌથી મોટી કંપનીમાંની એક અમેઝોને હરાજીની પ્રક્રિયામાંથી પાછી કરી લીધી છે. હવે માનવામાં આવી રહ્યું છે કે મીડિયા અને ડિજિટલ રાઇટ્સને લઇને વાયકોમ 18, સોની, ઝી અને સ્ટાર હોટસ્ટાર વચ્ચે આકરી ટક્કર થઇ શકે છે.
અંગ્રેજી સમાચાર પત્ર હિંદુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર વાયકોમ રાઇટ્સ પ્રાપ્ત કરવા માંગે છે. જોકે અમેઝોનની પાછી પાની પાછળનું કારણ બીજી કંપનીઓને થોડો ફાયદો થઇ શકે છે. ગૂગલે પણ હરાજીની પ્રક્રિયામાં આગળ વધવામાં રસ દાખવ્યો નથી.
સંભાવના છે કે કોઇ એક જ કંપની પાસે મીડિયા અને ડિજિટલ રાઇટ્સ જઇ શકે છે. બીસીસીઆઇએ જોકે ટીવી અને ડિજિટલ રાઇટ્સ માટે અલગ અલગ કેટેગરી બનાવવામાં આવી છે. સ્ટાર, વાયકોમ 18, સોની અને ઝી ટીવી ઉપરાંત ડિજિટલ રાઇટ્સ મઍટે પણ બોલી બોલાવશે.
બીસીસીઆઇએ ટીવી કેટેગરીમાં દરેક મેચ માટે 49 કરોડ રૂપિયાની બેસ પ્રાઇસ રાખવામાં આવી છે. ડિજિટલ કેટેગરીમાં દરેક મેચ માટે 33 કરોડ રૂપિયાની બેસ પ્રાઇસ રાખવામાં આવી છે. આ ઉપરાંત બીસીસીઆઇએ 2027 સુધી મેચોની સંખ્યા વધારવાનો પ્લાન બનાવ્યો છે.
બીસીસીઆઇ આગામી બે વર્ષ સુધી મેચોની સંખ્યાને વધારશે નહી. 2025 અને 2026 માં બીસીસીઆઇ દ્રારા 74 ના બદલે 84 મેચ કરાવવાનો પ્લાન બનાવ્યો છે. તો બીજી તરફ 2027 માં બીસીસીઆઇએ 94 મેચનો પ્લાન બનાવ્યો છે. જોકે બીસીસીઆઇએ વિશ્વાસ અપાવ્યો છે કે દરેક સીઝનમાં ઓછામાં ઓછી 74 મેચો યોજાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube