IPL Media Rights 2023-27 Auction: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) IPL ના આગામી પાંચા વર્ષના મીડિયા રાઇટ્સની હરાજી (IPL Media Rights 2023-27  Auction) આજે (12 જૂન) 11 વાગ્યાથી શરૂ થશે. આ હરાજીમાં દુનિયાની ઘણી મોટી કંપનીઓ સામેલ થશે. BCCI ને આ હરાજી દ્રારા 50 થી 55 હજાર કરોડ સુધી મળવાની આશા છે. અહીં જાણો હરાજી સાથે સંકળાયેલી જાણકારીઓ... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઇ-કઇ કંપનીઓ હરાજીમાં લેશે ભાગ?
આઇપીએલના મીડિયા રાઇટ્સ પ્રાપ્ત કરવા માટે રિલાયન્સ ગ્રુપની વાયકોમ 18, સ્ટાર નેટવર્ક, સોની સ્પોર્ટ્સ નેટવર્ક સાથે સાથે ઝી ગ્રુપ, ટાઇમ્સ ઇન્ટરનેટૅ, સુપરસ્પોઋટ અને ફનએશિયા હરાજીમાં ભાગ લઇ રહી છે. જેફ બેઝોસની કંપની અમેઝોન પણ આ દોડમાં સામેલ હતી પરંતુ બે દિવસ પહેલાં કંપનીએ પોતાનું નામ પરત લઇ લીધું છે. 

IPL Media Rights Auction: હરાજીની પ્રક્રિયામાંથી અમેઝોનની પાછી પાની, આ ચાર કંપનીઓ વચ્ચે ટક્કર


કઇ રીતે થશે હરાજી?
આ હરાજીને ચાર અલગ અલગ પેકેજમાં વહેંચવામાં આવી છે. દરેક પેકેજ માટે અલગ અલગ હરાજી લાગશે. 
- પ્રથમ પેકેજ ભારતીય ઉપમહાદ્રીપના ટીવી રાઇટ્સની છે. એટલે કે ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોમાં આઇપીએલનું ટીવી પ્રસારણ. આ પેકેજમાં એક મેચની બેસ પ્રાઇસ 49 કરોડ રૂપિયા છે.
- બીજું પેકેજ ભારતીય મહાદ્રીપમાં ડિજિટલ રાઇટ્સનું છે. એટલે કે દક્ષિણ એશિયામાં આઇપીએલનું ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારણ. અહીં એક મેચની બેસ પ્રાઇસ 33 કરોડ રૂપિયા છે. 
- ત્રીજું પેકજ એક સીઝનની 18 સિલેક્ટ મેચોનું છે. તેમાં સીઝનની પ્રથમ મેચ, વીકએન્ડ પર યોજાનાર ડબલ હેડરમાં સાંજવાળી મેચ અને ચાર પ્લેઓફ મુકાબલા સામેલ છે. તેના માટે અલગથી બોલી લગાવવામાં આવશે. અહીં એક મેચની બેસ પ્રાઇસ 11 કરોડ છે. 
- ચોથું પેકેજ ભારતીય ઉપમહાદ્રીપની બહાર ટીવી અને ડિજિટલ બ્રોડકાસ્ટ રાઇટ્સનું છે. અહીં એક મેચની બેસ પ્રાઇસ 3 કરોડ રૂપિયા છે. 


શું છે બેસ પ્રાઇસ અને ક્યાં સુધી પહોંચી શકે છે હરાજીની રકમ?
ચાર પેકેજની તમામ મેચોની બેસ પ્રાઇસ જોતાં 5 વર્ષની તમામ મેચોની કુલ બેસ પ્રાઇસ 32.890 કરોડ રૂપિયા થાય છે. એટલે કે બોર્ડને આ હરાજીમાંથી ઓછામાં ઓછા 32 કરોડથી વધુ રકમ મળશે. જોકે બોર્ડને આશા છેકે આઇપીએલના 5 વર્ષના મીડિયા રાઇડ્સ 50 થી 55 કરોડ સુધી વેચાઇ શકે છે. 


પહેલાં કેટલામાં વેચાયા હતા મીડિયા રાઇટ્સ? 
આઇપીએલ મીડિયા રાઇટ્સની ગત હરાજી 2017 માં લાગી હતી. ત્યારે સ્ટાર ઇન્ડીયાએ 2022 સુધીના મીડીયા રાઇટ્સ 16,347.50 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. આ પહેલાં 2008 માં સોની પિક્સર્સ નેટવર્કે 8200 રૂપિયાની બોલી લગાવીને 10 વર્ષ માટે મીડિયા રાઇટ્સ પોતાના નામે કર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube