MI vs DC Dream 11 Prediction: Rohit-Hardik નહીં આ ખેલાડી ચમકાવી શકે છે ભાગ્ય! આ 11 ખેલાડી પર લગાવી શકો છો દાવ
આઈપીએલ 2024માં રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટક્કર થવાની છે. દિલ્હીએ માત્ર એક મેચ જીતી છે તો મુંબઈને હજુ સુધી જીત મળી નથી.
નવી દિલ્હીઃ MI vs DC Dream 11 Prediction: આઈપીએલ 2024માં પોતાની પ્રથમ જીત શોધી રહેલી મુંબઈ ઈન્ડિયન્સ રવિવારે ટૂર્નામેન્ટના 20માં મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. નવા કેપ્ટન હાર્દિક પંડ્યાની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ શરૂઆતી ત્રણ મેચ હારી છે.
તો દિલ્હીની સ્થિતિ પણ આ સીઝનમાં બેહાલ છે. ચાર મેચમાંથી દિલ્હીએ ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બંને ટીમની પાસે સ્ટાર પ્લેયર્સની ભરમાર છે, તેવામાં સવાલ ઉભો થાય છે કે ડ્રીમ-11માં કયાં અગિયાર ખેલાડીઓ પર દાવ લગાવવામાં આવે. આવો જાણીએ..
કોણ હશે બેસ્ટ વિકેટકીપર?
વિકેટકીપર તરીકે તમારે પાસે બે મજબૂત વિકલ્પ હશે. એક દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત બીજી તરફ ઈશાન કિશન. બંનેને ટીમમાં રાખવા જરૂરી છે. પંતે છેલ્લી બે મેચમાં અડધી સદી ફટકારી છે. ઈશાન કિશન ભલે ફોર્મમાં ન હોય પરંતુ તે દિલ્હીના નબળા બોલિંગ આક્રમણ સામે રંગ દેખાડી શકે છે. પંત કેપ્ટન માટે પણ સારો વિકલ્પ હશે.
આ બેટરો પર લગાવી શકો છો દાવ
બેટર તરીકે રોહિત શર્મા, ડેવિડ વોર્નર, પૃથ્વી શો અને તિલક વર્મા સારા વિકલ્પ હશે. મહત્વનું છે કે આ મેચમાં સૂર્યકુમાર યાદવની પણ વાપસી થઈ શકે છે. પરંતુ સૂર્યકુમાર યાદવ લાંબા સમય બાદ મેદાનમાં ઉતરશે. ડેવિડ વોર્નર પણ આ સીઝનમાં સારા ફોર્મમાં છે, બીજીતરફ વાનખેડેના મેદાન પર રોહિતનું પ્રદર્શન સારૂ રહ્યું છે.
આ ઓલરાઉન્ડરની કરી શકો છો પસંદગી
ઓલરાઉન્ડર તરીકે મિચેલ માર્શ અને હાર્દિક પંડ્યા સારા વિકલ્પ હશે. માર્શ ટોપ ઓર્ડરમાં બેટિંગ કરે છે. આ સાથે તે બોલથી પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. હાર્દિક પંડ્યાએ છેલ્લી મેચમાં બેટથી નાની પણ મહત્વની ઈનિંગ રમી હતી. બોલિંગથી પણ હાર્દિક પોઈન્ટ અપાવી શકે છે. ગ્રાન્ડ લીગ રમી રહ્યાં છો તો માર્શને કેપ્ટન બનાવી શકો છો, કારણ કે જો તે ચાલી ગયો તો તમને મોજ કરાવી દેશે.
બોલિંગમાં આ ત્રિપુટી કરશે કામ
બોલિંગ વિભાગમાં જસપ્રીત બુમરાહ, એનરિક નોર્કિયા અને આકાશ માધવાલ સૌથી સારા વિકલ્પ હશે. બૂમ-બૂમ બુમરાહ તો દરેક મેચમાં વિકેટ ઝડપે છે. આકાશ પણ સારા ફોર્મમાં છે. જ્યારે નોર્કિયા મુંબઈની પિચ પર કમાલ કરી શકે છે.
MI vs DC Dream 11 Team
કીપર- ઈશાન કિશન, રિષભ પંત (કેપ્ટન)
બેટરઃ રોહિત શર્મા, તિલક વર્મા, પૃથ્વી શો/સૂર્યકુમાર યાદવ, ડેવિડ વોર્નર
ઓલરાઉન્ડર- મિચેલ માર્શ, હાર્દિક પંડ્યા
બોલર- જસપ્રીત બુમરાહ (વાઇસ કેપ્ટન), આકાશ મધવાલ, એનરિક નોર્કિયા