IPLના રોમાંચની દુનિયા દીવાની, દિગ્ગજ બોલ્યા- વાહ! શું ફાઇનલ હતી
ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અંતિમ બોલ સુધી ચાલેલી ફાઇનલ મેચ બાદ ક્રિકેટ જગતે ટ્વીટર પર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
હૈદરાબાદઃ ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અંતિમ બોલ સુધી ચાલેલા ફાઇનલ મુકાબલા બાદ ક્રિકેટ જગતે ટ્વીટર પર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું કે, આઈપીએલ હંમેશા નાટકથી ભરપૂર હોય છે, જ્યારે વિરેન્દ્ર સહેવાગે તેને શાનદાર મુકાબલો ગણાવ્યો હતો.
સચિન તેંડુલકરઃ સૌથી રોમાંચક સત્રોમાંથી એકનો શાનદાર અંત. શાનદાર વ્યક્તિગત પ્રદર્શન ટીમવર્ક સામે ન ટકી શકે અને આ સાબિત થઈ ગયું.
આઈપીએલના તમામ સમાચારો વાંચવા માટે ક્લિક કરો