નવી દિલ્લી: IPL 2021ની સિઝન હાલ તો સસ્પેન્ડ થઈ ચૂકી છે. કોરોના વધતા કહેરના કારણે ટુર્નામેન્ટને વચ્ચે રોકવી પડી અને સસ્પેન્ડ કરવી પડી. હવે આગળ IPLની બાકીની મેચ ક્યારે થશે તે કોઈ જાણતું નથી. પરંતુ IPLની પહેલી 29 મેચમાં ભારતના યુવા ખેલાડીઓનો જલવો રહ્યો. બેટિંગ અને બોલિંગ બંને ડિપાર્ટમેન્ટમાં ભારતીયોએ આ વખતે વિદેશીઓને છોડી દીધા. રન બનાવવામાં જ્યાં શિખર ધવન, પૃથ્વી શૉ જેવા નામ આગળ રહ્યા તો બોલિંગમાં હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાઝ, દીપક ચહર અને રાહુલ ચહર જેવા ખેલાડીઓએ છાપ છોડી. પરંતુ આ જાણીતા નામ સિવાય કેટલાંક એવા અજાણ્યા નામ હતા, જેમણે પોતાની રમતથી સૌથી વધારે ધ્યાન ખેંચ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


1. ચેતન સાકરિયા:


ડોમેસ્ટિક ક્રિકેટમાં આ ખેલાડીએ કમાલની બોલિંગ કરી હતી. આ કારણથી તેને IPL 2021ની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે 1 કરોડ રૂપિયામાં ખરીદી લીધો. ડાબા હાથના બોલર ચેતન સાકરિયાએ પોતાની પસંદગીને સાર્થક પણ કરી બતાવી. ચેણે સાત મેચમાં સાત વિકેટ ઝડપી. આ દરમિયાન તેણે ટીમ માટે પાવર પ્લે અને સ્લોગ ઓવર્સમાં બોલિંગ કરી.



2. ઋતુરાજ ગાયકવાડ:


મહારાષ્ટ્રના આ બેટ્સમેને પોતાની પ્રતિભાને IPL 2020માં જ સાબિત કરી દીધી હતી. જ્યારે તેણે સતત ત્રણ અર્ધસદી ફટકારી હતી. પરંતુ ચેન્નઈ સુપરકિંગ્સ માટે ઓપન કરતાં IPL 2021માં પણ ગાયકવાડનું બેટ શાંત રહ્યું નહીં. શરૂઆતની મેચમાં શાંત રહ્યા પછી તેણે બે અર્ધસદી ફટકારી. સાત મેચમાં તેના નામે 196 રન રહ્યા. આ દરમિયાન તેણે 25 ચોક્કા અને પાંચ સિક્સ પણ ફટકારી.



3. હર્ષલ પટેલ:


તે રૉયલ ચેલેન્ઝર્સ બેંગ્લોરનો ભાગ છે. તેને RCBએ દિલ્લી કેપિટલ્સ પાસેથી 20 લાખમાં ટ્રેડ દ્વારા ખરીદી લીધો. જમણા હાથના આ બોલરે IPL 2021ની 7 મેચમાં સૌથી વધારે વિકેટ ઝડપી. હર્ષલ પટેલે 17 વિકેટ ઝડપી. 27 રન આપીને પાંચ વિકેટ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું. આ પાંચ વિકેટ તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે લીધઈ હતી. અને આ ટીમના પાંચ બેટ્સમેનોને એક જ મેચમાં આઉટ કરનારો તે પહેલો બોલર છે. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં હરિયાણાની ટીમમાંથી રમે છે.



4. આવેશ ખાન:


આ બોલરની રમત પણ આ IPLમાં અલગ જ લેવલ પર રહી. દિલ્લી કેપિટલ્સ તરફથી રમતાં આવેશ ખાને 8 મેચમાં 14 વિકેટ ઝડપી. તે સૌથી વધારે વિકેટ લેનાર બોલર્સમાં હર્ષલ પછી બીજા નંબરે રહ્યો. આવેશ ખાન ડોમેસ્ટિક ક્રિકેટમાં મધ્ય પ્રદેશ માટે રમે છે. તે 2016માં અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ સુધી પહોંચેલી ભારતીય ટીમનો ભાગ રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube