IPL: આઈપીએલ રિટેનશનની સત્તાવાર યાદી જાહેર, જાણો કઈ ટીમે ક્યા ખેલાડીઓને કર્યા રિટેન
આઈપીએલની આગામી સીઝન પહેલા તમામ આઠ ટીમોએ પોતાના ખેલાડીઓને રિટેન કરી લીધા છે. જે ખેલાડી રિટેન થયા નથી તે હવે આગામી હરાજીમાં ઉતરશે. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા, ચેન્નઈએ ધોની તો બેંગલોરે વિરાટ કોહલી જેવા સ્ટાર ખેલાડીઓને રિટેન કર્યા છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની હાલની આઠ ફ્રેન્ચાઇઝીઓ માટે ખેલાડીઓને રિટેન કરવાની સમય મર્યાદા આજે સમાપ્ત થઈ ગઈ છે. કઈ ટીમે ક્યા ખેલાડીને રિટેન કર્યા છે, તેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આઈપીએલની આઠ ફ્રેન્ચાઇઝીએ અનેક મોટા ખેલાડીઓને રીલિઝ કરી દીધા છે. આજે હાલની ફ્રેન્ચાઇઝીએ ખેલાડીઓને રિટેન કર્યા બાદ હવે નવી બે ટીમો લખનઉ અને અમદાવાદ આગામી 25 ડિસેમ્બર સુધી કોઈપણ ત્રણ ખેલાડીને પોતાની સાથે જોડી શકશે. ત્યારબાદ જાન્યુઆરીમાં મેગા ઓક્શન યોજાઈ શકે છે. હાલની આઠ ટીમોને વધુ ચાર ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી મળી હતી. જેમાં વધુમાં વધુ ત્રણ ભારતીય અને બે વિદેશી ખેલાડીઓને રિટેન કરી શકાય છે.
જાણો કઈ ટીમે ક્યા ખેલાડીને કર્યા રિટેન
ચેન્નઈ સુપર કિંગ્સઃ રવિન્દ્ર જાડેજા (16 કરોડ), એમએસ ધોની (12 કરોડ), મોઇન અલી (8 કરોડ), રુતુરાજ ગાયકવાડ (6 કરોડ).
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા (16 કરોડ), જસપ્રીત બુમરાહ (12 કરોડ), કાયરન પોલાર્ડ (6 કરોડ), સૂર્યકુમાર યાદવ (8 કરોડ)
રોયલ ચેલેન્જર્સ બેંગલોરઃ વિરાટ કોહલી (15 કરોડ), ગ્લેન મેક્સવેલ (11 કરોડ), મોહમ્મદ સિરાજ (7 કરોડ)
કોલકત્તા નાઇટ રાઇડર્સઃ આંદ્રે રસેલ (12 કરોડ), વરૂણ ચક્રવર્તી (8 કરોડ), વેંકટેશ અય્યર (8 કરોડ), સુનીલ નારાયણ (6 કરોડ).
સનરાઇઝર્સ હૈદરાબાદઃ કેન વિલિયમસન (14 કરોડ), અબ્દુલ સમદ (4 કરોડ), ઉરમાન મલિક (4 કરોડ).
રાજસ્થાન રોયલ્સઃ સંજૂ સેમસન (14 કરોડ), જોસ બટલર (10 કરોડ) અને યશસ્વી જાયસવાલ (4 કરોડ).
પંજાબ કિંગ્સઃ મયંક અગ્રવાલ (12 કરોડ), અર્શદીપ સિંહ (4 કરોડ).
દિલ્હી કેપિટલ્સઃ રિષભ પંત (16 કરોડ), અક્ષર પટેલ (9 કરોડ), પૃથ્વી શો (7.50 કરોડ) અને એનરિક નોર્ત્જે (6.50 કરોડ).
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube