નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પ્રશંસનીય પગલું ભર્યું છે. તેણે શહીદોના પરિવારોની મદદ માટે આર્મી વેલફેર ફંડમાં 20 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. આ રકમ આઈપીએલ 2019ના ઓપનિંગ મેચ પહેલા શનિવારે આપવામાં આવી છે. આ પૈસા ઈન્ડિયન પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમનીના છે. મહત્વનું છે કે, લીગનો પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે ચેન્નઈમાં રાત્રે 8 કલાકથી રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જાણકારી બીસીસીઆઈએ આપી છે. બીસીસીઆઈ અનુસાર, 20 કરોડ રૂપિયાનો મોટો ભાગ 11 કરોડ ઈન્ડિયન આર્મીમાં આપવામાં આવ્યા, જ્યારે 7 કરોડ રૂપિયા સીઆરપીએફને. તેમાંથી નેવી અને એર ફોર્સને એક-એક કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આઈપીએલના ઉદ્ઘાટન સમારોહનું બજેટ ગત વર્ષે 15 કરોડ રૂપિયા હતું. બીસીસીઆઈએ તેને વધારીને 20 કરોડ રૂપિયા કરવાનો નિર્ણય કર્યો હતો. 


ઉલ્લેખનીય છે કે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40 સીઆરપીએફ જવાન શહીદ થયા હતા. ત્યારબાદ સીઓએએ આઈપીએલ માટે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ ન કરવો અને તેની રકમ સુરક્ષાદળોને મદદ માટે આપવાનો નિર્ણય લીધો હતો. 


સીઓએના ચેરમેન વિનોદ રાયે આ વિશે કહ્યું, મહાસંઘના રૂપમાં અમે અનુભવ્યું કે, નિયમિત રૂપથી યોજાતો આઈપીએલનો ઉદ્ઘાટન સમારોહ આ વખતે આયોજીત કરવો યોગ્ય રહેશે નહીં. અમે ઓપનિંગ સેરેમનીની રકત તેમને આપવાનો નિર્ણય કર્યો, જે મહત્વપૂર્ણ છે અને તમામના દિલની નજીક છે.