IPL 2019, Purple Cap: કાગિસો રબાડા છે ટોપ પર, જાણો કોણ-કોણ આપી રહ્યું છે ટક્કર
સાઉથ આફ્રિકાના ફાસ્ટર રબાડાએ દિલ્હી કેપિટલ્સ માટે આ સિઝનમાં 12 મેચોમાં 47 ઓવર બોલિંગ કરી છે. આ દરમિયાન તેણે સૌથી વધુ 25 વિકેટ ઝડપી છે અને પર્પલ કેપની દોડમાં સૌથી ઉપર છે.
નવી દિલ્હીઃ ટી-20ને બેટ્સમેનોની રમત માનવામાં આવે છે, પરંતુ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 2019ની સિજનમાં બોલરોએ સાબિત કર્યું છે કે, તેને ઓછા આંકવા યોગ્ય નથી. તમામ દિગ્ગજો વચ્ચે કાગિસો રબાડા જ્યાં પર્પલ કેપ (સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર)ની દોડમાં સૌથી આગળ છે તો ઇમરાન તાહિરે પોતાના જાદૂઈ પ્રદર્શનથી સાબિત કર્યું છે કે ઉંમર તો માત્ર નંબર છે.
સાઉથ આફ્રિકાના ફાસ્ટર રબાડાએ દિલ્હી કેપિટલ્સ માટે આ સિઝનમાં 12 મેચોમાં 47 ઓવર બોલિંગ કરી છે. આ દરમિયાન તેણે સૌથી વધુ 25 વિકેટ ઝડપી છે અને પર્પલ કેપની દોડમાં સૌથી ઉપર છે. તેની એવરેજ 14.72ની છે તો ઇકોનોમી 7.82ની છે. તેનું બેસ્ટ બોલિંગ પ્રદર્શન 21/4 છે.
ટોપ-2 પર સાઉથ આફ્રિકાનો કબજો
ત્યારબાદ નંબર આવે છે સાઉથ આફ્રિકાના મિસ્ટ્રી સ્પિનર ઇમરાન તાહિરનો. તાહિરે ચેન્નઈ સુપર કિંગ્સ માટે 12 મેચોમાં 46 ઓવરમાં 17 વિકેટ ઝડપી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 27 રન આપીને 4 વિકેટ છે. તાહિરની એવરેજ 17.58ની છે, જ્યારે ઈકોનોમી 6.50ની છે. જોવામાં આવે તો ટોપ-2 સ્થાનો પર વિદેશી (સાઉથ આફ્રિકા) ખેલાડીઓનો દબદબો છે.
CSK Super Cubs માટે બ્રાવોનું ખાસ ગીત, જીવાથી લઈને હિનાયા સુધી બધા બાળકો આવશે નજર
ટોપ-5માં ત્રણ ભારતીય
ટોપ-5 વિકેટ ઝડપનાર બોલરોની વાત કરીએ તો તેમાં બાકીના 3 સ્થાનો પર ભારતીય છે. ત્રીજા નંબર પર યુજવેન્દ્ર ચહલ છે, જેણે આરસીબી માટે 12 મેચોમાં 45 ઓવર બોલિંગ કરી છે અને 16 વિકેટ ઝડપી છે. તે ઈમરાનથી એક વિકેટ પાછળ છે. ચેની ટીમ સંઘર્ષ કરી રહી છે. જો પ્લેઓફમાં ટીમ ન પહોંચે તો સંભવ છે કે, તે ટોપની દોડમાંથી બહાર થઈ જાય.
શમી-ગોપાલ પણ રેસમાં
ચોથા નંબર પર છે મોહમ્મદ શમી. કિંગ્સ ઈલેવન પંજાબ માટે આ બોલરે 12 મેચોમાં 16 વિકેટ ઝડપી છે. તે તાહિર અને ચહલને ટક્કર આપી રહ્યો છે. તેનું વેસ્ટ પ્રદર્શન 21 રન આપીને 3 વિકેટ છે. 5માં નંબર પર ચોંકાવનારૂ નામ શ્રેયસ ગોપાલનું છે. લેગ સ્પિનર ગોપાલે રાજસ્થાન રોયલ્સ માટે 12 મેચમાં 15 વિકેટ ઝડપી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 12 રન આપીને 3 વિકેટ છે.
આઈપીએલ-2019માં સૌથી વધુ વિકેટ ઝડપનાર ટોપ-10 બોલર
બોલર | મેચ | વિકેટ |
કાગિસો રબાડા | 12 | 25 |
ઇમરાન તાહિર | 12 | 17 |
યુજવેન્દ્ર ચહલ | 12 | 16 |
મોહમ્મદ શમી | 12 | 16 |
શ્રેયસ ગોપાલ | 12 | 15 |
દીપક ચહર | 12 | 15 |
રાશિદ ખાન | 12 | 14 |
આર. અશ્વિન | 12 | 14 |
બુમરાહ | 12 | 13 |
ક્રિસ મોરિસ | 8 | 12 |