IPL 2019: રોહિત શર્માએ સ્ટમ્પ પર કાઢ્યો ગુસ્સો, આઈપીએલે ફટકાર્યો દંડ
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા પર કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ આઈપીએલ મેચ દરમિયાન આઉટ થયા બાદ નિરાશામાં વિકેટો પર બેટ મારવા માટે મેચ ફીના 15 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
કોલકત્તાઃ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા પર કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ આઈપીએલ મેચ દરમિયાન આઉટ થયા બાદ નિરાશામાં વિકેટો પર બેટ મારવા માટે મેચ ફીના 15 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રોહિત ઈડન ગાર્ડન પર રવિવારની રાત્રે રમાયેલી મેચમાં જ્યારે LBW આઉટ અપાયો તો તેણે નિરાશામાં બેટ નોનસ્ટ્રાઇકર એન્ડ પર સ્ટમ્પમાં માર્યું હતું. આ રીતે તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગની આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું.
મુંબઈ ઈન્ડિયન્સે આ મેચ 34 રનથી ગુમાવી હતી. કેકેઆરે આ જીતથી સતત છ મેચમાં હારના ક્રમને તોડ્યો હતો. રોહિતે આઈપીએલની આચાર સંહિતાના લેવલ એકના દોષ 2.2નો સ્વીકાર કર્યો છે. આઈપીએલ યાદી અનુસાર, શર્માએ આઈપીએલ આચાર સંહિતાના લેવલ એક દોષ 2.2નો સ્વીકાર કરી લીધો છે અને તેને દંડ મંજૂર છે.
વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર