આઈપીએલ 19 સપ્ટેમ્બરથી થઈ શકે છે શરૂ, ફાઇનલ 8 નવેમ્બરેઃ સૂત્ર
IPL 2020 set to start on September 19: ઈન્ડિયન પ્રીમિયર લીગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો પ્રમાણે આ ટૂર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 8 નવેમ્બરે ફાઇનલ રમાશે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 19 સપ્ટેમ્બરા સંયુક્ત અરબ અમીરાતમાં શરૂ થઈ શકે છે અને તેની ફાઇનલ 8 નવેમ્બરે રમાશે. બીસીસીઆઈના એક સૂત્રએ ગુરૂવારે આ જાણકારી આપી છે. આઈપીએલ સંચાલન પરિષદની આગામી સપ્તાહે બેઠક યોજાશે જેમાં તેને અંતિમ રૂપ આપવાની સાથે કાર્યક્રમને મંજૂરી આપવામાં આવશે. જાણવા મળ્યું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈઃએ પોતાની યોજનાથી ફ્રેન્ચાઇઝીને માહિતગાર કરી દીધી છે.
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ, પૂરી સંભાવના છે કે આઈપીએલ 19 સપ્ટેમ્બર (શનિવાર)થી શરૂ થશે અને ફાઇનલ આઠ નવેમ્બર (રવિવાર)ના રમાશે. આ રીતે તે 51 દિવસ સુધી ચાલશે અને આ ફ્રેન્ચાઇઝી અને પ્રસારકો સિવાય અન્ય હિતધારકોને અનુકૂળ હશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ઓક્ટોબર નવેમ્બરમાં રમાનાર ટી20 વિશ્વકપને સ્થગિત કરવાના નિર્ણય બાદ આઈપીએલનું આયોજન સંભવ થયું છે.
એશિયન ગેમ્સ 2018: ભારતીય મિક્સ્ડ રિલે ટીમનો સિલ્વર મેડલ અપગ્રેડ થઈને ગોલ્ડ થયો
તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આઈપીએલ 26 સપ્ટેમ્બરથી શરૂ થશે પરંતુ બીસીસીઆઈ તેને એક સપ્તાહ પહેલા શરૂ કરવા ઈચ્છે છે જેથી ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર અસર ન પડે. અધિકારીએ કહ્યુ, ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સરકારના નિયમો અનુસાર ત્યાં પહોંચવા પર 14 દિવસ સુધી ક્વોરેન્ટાઇન રહેવું પડશે. તેમાં મોડુ કરવાથી મુશ્કેલી થઈ શકે છે.
તેમણે કહ્યુ, 51 દિવસના કાર્યક્રમની સારી વાત તે હશે કે તેમાં એક દિવસમાં બે મેચોનું આયોજન ઓછુ થશે. સાત સપ્તાહ સુધી ટૂર્નામેન્ટ ચાલવાથી અમે પાંચ દિવસ બે મેચોના આયોજનના મૂળ કાર્યક્રમ પર ટકી શકીએ. પ્રત્યેક ટીમને અભ્યાસ માટે એક મહિનાના સમયની જરૂર પડશે અને તેવામાં ફ્રેન્ચાઇઝી 20 ઓગસ્ટ સુધી આયોજન સ્થળ પર પહોંચી જશે. તેથી તેને તૈયારી માટે ચાર સપ્તાહનો સમય મળી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube