70900000000 રૂપિયા = IPLની એક ટીમ, જાણો આટલા રૂપિયામાં તો દેશમાં શું શું થઈ શકે છે
બિઝનેસ ટાયકૂન સંજીવ ગોએન્કાના RP-SG ગ્રુપે લખનઉ ફ્રેન્ચાઇઝી માટે રૂ. 7,090 કરોડની બિડ કરી હતી. હવે તેને 2008માં યોજાયેલી પ્રથમ IPL સાથે જોડીને જુઓ તો આશ્ચર્યચકિત થઈ જશો.
દુબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બે નવી ટીમો દાખલ થઈ ગઈ છે અને તે છે લખનઉ અને અમદાવાદ. બંને ટીમો માટે કુલ રૂ. 12,715 કરોડ ($1.7 બિલિયન) ખર્ચવામાં આવ્યા છે. મજાની વાત તો એ છે કે BCCIને પણ આટલા પૈસા આવવાની આશા નહોતી. બિઝનેસ ટાયકૂન સંજીવ ગોએન્કાના RP-SG ગ્રુપે લખનઉ ફ્રેન્ચાઇઝી માટે રૂ. 7,090 કરોડની બિડ કરી હતી. હવે તેને 2008માં યોજાયેલી પ્રથમ IPL સાથે જોડીને જુઓ તો આશ્ચર્યચકિત થઈ જશો. ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ સૌથી મોંઘી ટીમ હતી, જે $111.90 મિલિયનમાં ખરીદવામાં આવી હતી.
લખનઉની ટીમની કિંમત સ્પોર્ટ્સ બજેટ કરતાં ત્રણ ગણું વધારે છે
2008માં ડૉલરનો વિનિમય ભાવ 48-49 રૂપિયાની વચ્ચે હતો. આજની તારીખે એક યુએસ ડૉલરનું મૂલ્ય રૂ. 75 કરતાં વધુ છે. આના પરથી અંદાજ લગાવો કે RP-SG ગ્રુપની બિડ કેટલી મોટી છે કે ભારતે 2021-22ના બજેટમાં આ ગેમ માટે 2,596.14 કરોડ રૂપિયા ફાળવ્યા છે. લખનઉની ટીમની કિંમત તેના કરતા લગભગ ત્રણ ગણી વધારે છે. BCCIને 2022થી IPLમાં ભાગ લેનારી બે નવી ટીમો પાસેથી આશરે રૂ. 10,000 કરોડ મળવાની અપેક્ષા હતી, પરંતુ તેણે રૂ. 12,500 કરોડથી વધુની કમાણી કરી છે.
નવેમ્બર 2021માં 17 દિવસ બંધ રહેશે બેન્ક, તાત્કાલિક કામ હોય તો પતાવી દેજો, નહીં તો...
IPL ટીમની કિંમત (મિલિયન ડોલરમાં)
લખનઉ (નવી ટીમ) 950
અમદાવાદ (નવી ટીમ) 710
પુણે વોરિયર્સ ઈન્ડિયા (IPLમાં હવે નહીં) 370
કોચી ટસ્કર્સ કેરળ (IPLમાં હવે નહીં) 333
મુંબઈ ઈન્ડિયન્સ 111.9
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 111.6
ડેક્કન ચાર્જર્સ (IPLમાં હવે નહીં) 107
ચેન્નાઈ સુપર કિંગ્સ 91
દિલ્હી કેપિટલ્સ 84
સનરાઇઝર્સ હૈદરાબાદ 79.5 (પાંચ વર્ષની ડીલ)
પંજાબ કિંગ્સ 76
કોલકાતા નાઈટ રાઈડર્સ 75.1
રાજસ્થાન રોયલ્સ 67
T20 World Cup: ન્યૂઝીલેન્ડ સામે હાર્યા તો ભારત ટૂર્નામેન્ટમાંથી બહાર! એક હારથી સમીકરણો બદલાયા
7090 કરોડ... શું શું બની અને મળી જશે આટલા અધધ કરોડોમાં?
- IPL 2008ની આઠ ટીમો માટે કુલ $723.59 મિલિયનની બોલી લગાવવામાં આવી હતી. લખનઉની કિંમત આના કરતા ઘણી વધારે છે.
- દેશમાં 7,000 કરોડ રૂપિયાથી છ નવા એઈમ્સ સ્થાપવામાં આવી શકે છે.
- એકલા AIIMS દિલ્હીનું આખું બજેટ 3,800 કરોડ રૂપિયા છે.
- હરાજીમાં વેચાયેલી સૌથી મોંઘી વસ્તુ લિયોનાર્ડો દા વિન્સીની સાલ્વેટર મુંડી છે, જે 2017ની હરાજીમાં $450.3 મિલિયન (લગભગ 3,500 કરોડ)માં ખરીદવામાં આવી હતી.
- લેહ-મનાલી હાઈવે પર બનેલી અટલ ટનલનો ખર્ચ 3,200 કરોડ રૂપિયા હતો. લખનઉની ટીમને જેટલી હરાજી મળી છે તેમાં આવી બે ટનલ સરળતાથી બનાવવામાં આવી શકે.
- આસામમાં બ્રહ્મપુત્રા નદી પર પલાશબારી અને સુલકુચી વચ્ચે બાંધવામાં આવનાર નવા પુલ માટે રૂ. 3,094 કરોડ ફાળવવામાં આવ્યા છે.
- ભારતનું સ્પોર્ટ્સ બજેટ માત્ર રૂ. 2,596.14 કરોડ છે.
- ભારતને 1,670 કરોડ રૂપિયામાં રાફેલ ફાઈટર જેટ મળ્યા છે. 7,090 કરોડમાં તો ચાર ચાર રાફેલ આવી જાય.
- ટાટાને નવા સંસદ ભવનના નિર્માણ માટે રૂ. 861.90 કરોડમાં કોન્ટ્રાક્ટ મળ્યો છે.
- પંબનમાં ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ માત્ર 250 કરોડમાં તૈયાર થશે.
RS-SGએ શા માટે આટલા પૈસાનું રોકાણ કર્યું છે?
ગોએન્કાએ વધુમાં કહ્યું, “IPL એ આના કરતા પણ મોટી બ્રાન્ડ બનાવી છે. મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને અન્ય કેટલાકને જુઓ, તે સામાન્ય મોટા નામો છે, જે દેશની સૌથી મોટી બ્રાન્ડ્સમાંની એક છે.” શું 7000 કરોડ રૂપિયા ખર્ચવા આર્થિક રૂપથી વ્યવહારિક હશે? તો ગોએન્કાએ જણાવ્યું હતું કે, “અમે માનીએ છીએ કે ભવિષ્યમાં તેમાં વધારો થશે. અમે કરેલું રોકાણ 10 વર્ષમાં અનેકગણું વધી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube