IPL 2024: આઇપીએલ (IPL)ના ઉત્સાહની વચ્ચે હોળીનો ઉત્સાહ પણ બધા પર ચઢી ગયો. ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે ઉત્સાહભેર હોળી રમી હતી. મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા પણ તેનાથી દૂર રહી શક્યા નથી. દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સે હોળીની તસવીરો શેર કરી છે. તો બીજી તરફ દિલ્હીના ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ તેના સાથી ખેલાડીઓ સાથે ધમાલ મચાવી હતી. ખેલાડીઓની હોળી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાણી વરસાવતાં જોવા મળ્યા રોહિત શર્મા
રોહિત શર્મા તેના સાથી ખેલાડીઓ પર પાણી વરસાવતા જોવા મળ્યા હતા. તેમણે વીડિયો બનાવનાર વ્યક્તિને પણ છોડ્યો ન હતો. રોહિત આ હાલમાં સમાચારોમાં છે. તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને ગુજરાત ટાઈટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આમ છતાં તેના ફેંસ ખુશ છે. સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી. રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાથી તે નારાજ છે.



ગંભીરે ભારે ઉત્સાહ સાથે રમી હતી હોળી 
કોલકાતા નાઈટ રાઈડર્સે પણ ખેલાડીઓની તસવીરો શેર કરી છે. બધા ગુલાલ અને રંગો લગાવતા જોવા મળ્યા હતા. મેન્ટર ગૌતમ ગંભીર કેપ્ટન શ્રેયસ અય્યર સાથે જોવા મળ્યો હતો. તમામ ખેલાડીઓએ મળીને કેપ્ટન શ્રેયસ અય્યરને રંગો અને ગુલાલથી ભરી દીધો હતો. ગંભીરે પણ પરિવાર સાથે મસ્તી કરી હતી. ગંભીરની પત્ની અને બે દીકરીઓ સાથે જોવા મળી હતી. તેણે પોતાના પરિવાર સાથે ખૂબ જ ઉત્સાહથી હોળી રમી હતી.






સ્મિથ અને બ્રોડની હોળી
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને ઈંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ આ દિવસોમાં ભારતમાં છે. બંને પોતાને ગુલાલથી દૂર રાખી શક્યા નહીં. એક સમયે હરીફ રહેલા સ્મિથ અને બ્રોડ એકસાથે હોળી રમ્યા હતા.