નવી દિલ્હીઃ આઈપીએલની 11મી સીઝનના પ્લેઓફની તસ્વીર રવિવારે સાફ થઈ ગઈ છે. પ્લેઓફ માટે ચારેય ટીમનો ક્રમ સ્પષ્ટ થઈ ગયો છે. ચેન્નઈ સુપક કિંગ્સની કિંગ્સ ઈલેવન પર જીતની સાથે મુખ્ય ચાર ટીમો નક્કી થઈ ગઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ ટોપ-2 ટીમ બની, જ્યારે કોલકત્તા અને રાજસ્થાન રોયલ્સ ક્રમશઃ ત્રીજા અને ચોથા સ્થાન પર રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપક કિંગ્સ હાલના આઈપીએલના લીગ મેચમાં બીજા સ્થાને રહી. આઈપીએલની છેલ્લા 10 સીઝનની વાત કરીએ તો બીજા સ્થાને રહેલી ટીમ સૌથી વધુ ટાઇટલ જીતવામાં સફળ રહી છે. બીજીતરફ ચોથા સ્થાને રહેલી ટીમ એકવાર ટાઇટલ જીતવામાં સફળ રહી છે. 


લીગમાં બીજા સ્થાન પર રહેલી ટીમ પાંચવાર આઈપીએલ ચેમ્પિયન બની. આ ક્રમ 2001થી શરૂ થયો અને 2015 સુધી ચાલ્યો. 


સીઝન 2011: ચેન્નઈ સુપર કિંગ્સ


સીઝન 2012: કોલકત્તા નાઇટ રાઇડર્સ


સીઝન 2013: મુંબઈ ઈન્ડિયન્સ


સીઝન 2014: કોલકત્તા નાઇટ રાઇડર્સ


સીઝન 2015: મુંબઈ ઈન્ડિયન્સ



લીગમાં પ્રથમ સ્થાન પર રહેલી ટીમ બે વખત જીતી
સીઝન 2008: રાજસ્થાન રોયલ્સ


સીઝન 2017: મુબઈ ઈન્ડિયન્સ



લીગમાં ત્રીજા સ્થાન પર રહેલી ટીમે બે વખટ ટ્રોફી જીતી
સીઝન 2010: ચેન્નઈ સુપર કિંગ્સ
સીઝન 2016: સનરાઇઝર્સ હૈદરાબાદ


લીગમાં ચોથા સ્થાન  પર રહેલી ટીમ એકવાર ટાઇટલ જીતવામાં સફળ રહી
સીઝન 2009: ડેક્કન ચાર્જર્સ