નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 13)ની 13મી સીઝનનું આયોજન યૂએઈ કે શ્રીલંકામાં યોજવાની બધી સંભાવનાઓ જોવામાં આવી રહી છે. તેના પર અંતિમ જાહેરાત પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટી20 વિશ્વકપના ભવિષ્ય પર નિર્ણયની રાહ જોઈ રહ્યું છે. આ વિશ્વકપનું આયોજન ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં થવાનું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના પર નજીકથી ધ્યાન રાખનાર બીસીસીઆઈના એક અધિકારીએ સમાચાર એજન્સી આઈએએનએસને જણાવ્યું કે, વિચાર તો લીગ ભારતમાં રમાડવાનો હતો પરંતુ કોરોના વાયરસ મહામારીની સ્થિતિને જોતા બોર્ડ આખરે આ ટૂર્નામેન્ટનું આયોજન યૂએઈ કે શ્રીલંકામાં કરાવી શકે છે. 


અધિકારીએ કહ્યું, અમે તે નક્કી નથી કર્યું કે, ટૂર્નામેન્ટ ક્યાં રમાશે પરંતુ આ વાતની સંપૂર્ણ સંભાવના છે કે આ વર્ષે લીગ વિદેશમાં થશે. ભારતમાં તેવી સ્થિતિ લાગતી નથી જ્યાં એક કે બે સ્થાન પર મેચ કરાવવામાં આવે અને એવો માહોલ તૈયાર કરવામાં આવે જે ખેલાડીઓ અને સામાન્ય જનતા માટે સુરક્ષિત હોય પરંતુ મેચ ખાલી સ્ટેડિયમમાં રમાશે. 


અધિકારીએ કહ્યું, આ દોડમાં યૂએઈ અને શ્રીલંકા સૌથી આગળ છે. હવે લીગનું આયોજન ક્યાં કરવાનું છે તે કોરોના વાયરસ મહામારીની સ્થિતિને જોતા કરવામાં આવશે.  લોજિસ્ટિકને પણ ધ્યાનમાં રાખવું પડશે તેવામાં જલદી નિર્ણય કરવો પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર