નવી દિલ્હીઃ આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. બીસીસીઆઈ પ્રમાણે આઈપીએલ માટે ભારત સરકારે મંજૂરી આપી દીધી છે. આઈપીએલનો ફાઇનલ કાર્યક્રમ પણ નક્કી થઈ ગયો છે. હવે આ ટૂર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે  UAEમાં રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિવાય બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે મહિલાઓની આઈપીએલ પણ રમાશે. આઈપીએલના બધા પ્રાયોજક યથાવત છે, જેનો અર્થ છે કે આઈપીએલના મુખ્ય પ્રાયોજકના રૂપમાં ચીની સ્પોન્સર વીવો યથાવત રહેશે. 


IPL2020: મહિલા ક્રિકેટ માટે સારા સમાચાર, યૂએઇમાં દમ દેખાડશે ચાર મહિલા ટીમ પણ


ટૂર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈને 53 દિવસ સુધી ચાલશે. આઈપીએલની ફાઇનલ 10 નવેમ્બરે રમાશે, જેથી પ્રસારકોને દિવાળીના સપ્તાહનો ફાયદો મળશે. 


ટૂર્નામેન્ટમાં 10 ડબલ હેડર એટલે કે દિવસમાં બે મેચ સામિલ છે અને સાંજની મેચની શરૂઆત 7.30 કલાકે (ભારતીય સમયાનુસાર) થશે. બેઠકમાં તે નિર્ણય લેવામાં આવ્યો છે કે આઈપીએલને આગામી સપ્તાહમાં વધારી દેવામાં આવે અને આ કારણે ફાઇનલ 10 નવેમ્બરે રમાશે. અધિકારીએ કહ્યું કે, કડક પ્રોટોકોલને જોતા તે વાતની ખાતરી કરવા માટે કે મેચો વચ્ચે સારૂ અંતર હોય, 10 ડબલ હેડર પ્લાન કરવામાં આવ્યા છે. 


અધિકારીએ કહ્યું, અમે 10 નવેમ્બર સુધી જવાનો નિર્ણય લીધો અને આ કારણે પ્રથમવાર વીકડે પર ફાઇનલ રમાશે. આવન-જાવન, બાયો સિક્યોર વાતાવરણ અને આ રીતે બધી વસ્તુ જોઈએ, તે નક્કી કરવા માટે મેચો વચ્ચે અંતર રહે, અમે આ સીઝનમાં 10 ડબલ હેડર કરાવવાનું વિચાર્યું છે. જ્યારે સમય વિશે પૂછવામાં આવ્યું તો અધિકારીએ કહ્યું કે, સાંજની મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર