દુબઈઃ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ પોતાની પહેલી મેચ પહેલા પોતાની નવી જર્સી ગુરૂવારે રજૂ કરી, જેમાં કોવિડ-19 હીરોને સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટીમની જર્સી પર 'માય કોવિડ હીરોઝ' લખ્યું છે. એટલું જ નહીં, વિરાટની આગેવાની વાળી ટીમના પ્લેયરોએ કોરોના વોરિયર્સને અલગ અંદાજમાં સન્માન દેવાનો નિર્ણય લીધો છે. આ ક્રમમાં વિરાટ સહિત ઘણા દિગ્ગજો પ્લેયરોએ ટ્વિટર પર પોતાનું નામ કોરોના વોરિયર્સના નામ પર બદલી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ બન્યો સિમરનજીત સિંહ
બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વિટર પર પોતાનુ નામ સિમરનજીત સિંહ રાખ્યુ છે. ન માત્ર ટ્વિટર પર પરંતુ તે મેદાન પર પણ આ જર્સીની સાથે રમવા ઉતરશે. બાદમાં ટીમ કોરોના વિરુદ્ધ લડાઈ માટે આ બધી જર્સીની હરાજી કરીને ફંડ ભેગું કરશે. 



ડિ વિલિયર્સ બન્યો પારિતોષ પંત
ધુરંધર ઓપનર એબી ડિવિલિયર્સે કોરોના વોરિયર્સ પારિતોષ પંતનું નામ અપનાવ્યું છે. 



ક્રિસ મોરિસે અપનાવ્યું નિલાચલાનું નામ
આ ક્રમમાં ઓલરાઉન્ડર ક્રિસ મોરિસે નિલાચલા પરિદા નામ અપનાવ્યું છે. 



ચહલ બન્યો ડો. નાયક
ટીમનો સ્પિન બોલર યુજવેન્દ્ર ચહલે ડો. નાયક નામ અપનાવ્યું છે. 



આરસીબીએ આ વિશે વીડિયો મેસેજ પણ શેર કર્યો છે.