નવી દિલ્હીઃ કોલકત્તા નાઈટ રાઈડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને આઈપીએલ-2024ની ફાઈનલમાં 8 વિકેટે પરાજય આપી ટ્રોફી કબજે કરી છે. કોલકત્તાએ ત્રીજીવાર આ ટ્રોફી કબજે કરી છે. આ પહેલા વર્ષ 2012 અને 2014માં કોલકત્તા નાઈટ રાઈડર્સે આઈપીએલની ટ્રોફી જીતી હતી.


આઈપીએલ 2023માં ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને હરાવી ટ્રોફી જીતી હતી. આઈપીએલની અત્યાર સુધી 17 સીઝન થઈ ગઈ છે. સૌથી વધુ પાંચ-પાંચ ટ્રોફી ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે જીતી છે. જ્યારે ત્રણવાર કોલકત્તા નાઈટ રાઈડર્સ ચેમ્પિયન બની છે. એક-એક વખત રાજસ્થાન રોયલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, ડેક્કન ચાર્જર્સ અને એક વખત ગુજરાત ટાઈટન્સની ટીમ ચેમ્પિયન બની છે.


વર્ષ વિજેતા ટીમ उप विजेता टीम
2008 રાજસ્થાન રોયલ્સ સીએસકે
2009 ડેક્કન ચાર્જર્સ આરસીબી
2010 સીએસકે મુંબઈ ઈન્ડિયન્સ
2011
સીએસકે  
આરસીબી
2012 કેકેઆર સીએસકે
2013 મુંબઈ ઈન્ડિયન્સ સીએસકે
2014
કેકેઆર  
કિંગ્સ ઈલેવન પંજાબ
2015 મુંબઈ ઈન્ડિયન્સ સીએસકે
2016 સનરાઇઝર્સ હૈદરાબાદ आरसीबी
2017 મુંબઈ ઈન્ડિયન્સ રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ
2018 સીએસકે સનરાઇઝર્સ હૈદરાબાદ
2019 મુંબઈ ઈન્ડિયન્સ સીએસકે
2020 મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ
2021 સીએસકે કેકેઆર
2022 ગુજરાત ટાઈટન્સ રાજસ્થાન રોયલ્સ
2023 સીએસકે ગુજરાત ટાઈટન્સ
2024
કેકેઆર  
સનરાઇઝર્સ હૈદરાબાદ