નવી દિલ્હીઃ આઈપીએલ 2018ના પ્રથમ પ્લેઓફ પહેલા મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક પ્રદર્શની મેચનું આયોજન કરવામાં આવ્યું. આ મેચમાં ઘણા દેશી-વિદેશી ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા, પરંતુ વ્યવસ્થાના નામ પર આ મેચમાં ઘણી ખામી સામે આવી છે. ત્યાં સુધી કે ખેલાડીઓ માટે વ્યવસ્થિક ક્રિકેટ ટકિટનો અભાવ જોવા મળ્યો. ટીમના ડ્રેસના કલરથી મેચ કરવા માટે ખેલાડીઓના હેલમેટ અને પેડ પર તેજ કલરનું કાપડ ચડાવવામાં આવ્યું. જ્યાં પુરૂષ ક્રિકેટરોને એક નાના મેચ માટે પણ તમામ સુવિધાઓ આપવામાં આવે છે. જ્યારે મહિલા ક્રિકેટરો સાથે આ પ્રકારનો વ્યવહાર ન માત્ર ચોંકાવનારો પરંતુ અપમાનજનક પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચને લઈને ઘણી ખામીઓ સામે આવી રહી છે. જેમ કે મેચ માટે મંગળવારનો દિવસ રાખવામાં આવ્યો, જે વર્કિંગ ડે છે. તેવામાં ફેન્સને આ મેચની તરફ આકર્ષિત કરવા એક મોટો ટાસ્ટ કર્યો, કારણ કે ભારતમાં હજુ પણ મહિલા ક્રિકેટને તે પ્રકારનું જનુન જોવા મળતું નથી, તેમ પુરૂષ ક્રિકેટમાં જોવા મળે છે. 


આ સાથે આ મેચનો સમય બપોરે 2 કલાકે રાખવામાં આવ્યો. આટલી ભીષણ ગર્મીમાં બપોરે 2 કલાકનો સમયને લઈને સોશિયલ મીડિયા પર લોકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. આ મેચનો જોવા માટે સ્ટેડિયમમાં ગણ્યા-ગાંઠ્યા લોકો પહોંચ્યા. અહીં પણ મેનેજમેન્ટની ખામી નજરે આવી રહી છે. કારણ કે, આ એક એગ્ઝિબેશન મેચ છે અને તેને ઉદ્દેશ મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવાનો છે તે તેને જોવા માટે એન્ટ્રી ફ્રી રાખવાની જરૂર હતી. 


આ સાથે સ્કૂલો અને ક્રિકેટ ક્લબો વગેરેના બાળકોને આ મેચ માટે ખાસ આમંત્રણ મોકલી શકાયું હોત. આ મેચ બાદ આઈપીએલ 2018ની પ્રથમ પ્લેઓફ મેચ પણ રમાવાની છે. આ પ્લેઓફ મેચ ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચે રમાશે. તેવામાં આ બંન્ને ટીમના ખેલાડીઓ મહિલા ટીમનો આત્મવિશ્વાસ વધારવા માટે મેદાન પર હાજર રહી શકતા હતા. 



મુંબઈમાં પ્રથમ પ્લેઓફ મેચ રમાવાની છે. તેવામાં ક્રિકેટના ઘણા દિગ્ગજો મુંબઈમાં છે, પરંતુ આ મેચ દરમિયાન સ્ટેડિયમમાં કોઈ જોવા મળ્યા નથી. મુંબઈમાં રહેતા પુરૂષ ક્રિકેટરો આ મેચને જોવા માટે આવી શકતા હતા. 


મહત્વનું છે તે, સુપરનોવાલ અને ટ્રેલબ્લેજર્સ વચ્ચે આ એક અનોખો મહિલા ટી20 ચેલેન્જ મેચ છે. તેને મહિલાઓ માટે આઈપીએલ લીગની શરૂઆત કરવાના એક પ્રયત્નની રૂપમાં જોવામાં આવી રહ્યો છે.