મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મહિલા ટી20 ચેલેન્જ પ્રદર્શની મેચમાં હરમનપ્રીત કૌરની આગેવાનીમાં સુપરનોવાજે સ્મૃતિ મંધાનાની ટ્રેલબ્લેજર્સને રોમાંચક મેચમાં ત્રણ વિકેટે પરાજય આપ્યો. સુપરનોવાજે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 129 રન બનાવ્યા હતા. સુપરનોવાજે આ લક્ષ્યને મેચના અંતિમ બોલ પર સાત વિકેટ ગુમાવીને હાસિલ કર્યો. સુપરનોવાજ માટે ડેનિયલ વ્યાટે સૌથી વધુ 24 રન બનાવ્યા. આ સિવાય મિતાલીએ 22 અને હરમનપ્રીતે 21 રનનું યોગદાન આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેલબ્લેજર્સ તરફતી પૂનમ યાદવ અને સુજી બેટ્સે બે-બે વિકેટ ઝડપી. ઝૂલન ગોસ્વામી અને એકતા બિષ્ટને એક-એક વિકેટ મળી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે આ ટી20 પ્રદર્શની મેચનું આયોજન કર્યું હતું. 


હરમનપ્રીતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. મેગન શટે બીજી ઓવરના અંતિમ બોલે એલિસ હિલી (7)ને ડેનિયલ વ્યાટના હાથે કેચકરાવીને સુપરનોવાજને પ્રથમ સફળતા અપાવી હતી. 


પ્રદર્શની મેચ કે અપમાનઃ મહિલા ક્રિકેટરોના હેલમેટ-પેડ પર કપડું ચડાવીને બદલ્યો કલર


 


સુજીએ અહીંથી જામિયાહ રોડ્રિગેજની સાથે મળીને ટીમનો સ્કોર 100ને પાર કરાવ્યો હતો. બંન્નેએ પાંચમી વિકેટ માટે 45 રનની ભાગીદારી કરી. મેચની 16મી ઓવરમાં રોડ્રિગેજને અનુજા પાટિલે આઉટ કરી હતી. 


સુજી મેચની અંતિમ ઓવરમાં આઉટ થઈ હતી. અંતમાં શિખા પાંડે 14 રન બનાવી અણનમ રહી હતી. સુપરનોવાજ તરફથી મેગન શટ અને એલિસા પૈરીને બે-બે સફળતા મળી. અનુજા પાટિલ અને રાજેશ્વરી ગાયકવાડે એક-એક વિકેટ ઝડપી હતી.