દુબઇ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં સૌથી સારો રેકોર્ડ બનાવનાર ચેન્નઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ટીમ માટે 13મી સીઝન માટે યૂએઇ પહોંચ્યા બાદથી જ બધુ સારું ચાલી રહ્યું નથી. આ પહેલાં ખેલાડીઓને કોરોના પોઝિટિવ થયા તો પછી પોતાના બે દિગ્ગજ ક્રિકેટર્સ સુરેશ રૈના (Suresh Raina) અને હરભજન સિંહ (Harbhajan Singh) ને વિવાદિત હાલતમાં ગુમાવવા પડ્યા. ત્યારબાદ ટીમ મેચોમાં પણ ખાસ પ્રદર્શન કરી શકી નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે વધુ એક વિવાદ ઉભો થયો છે. કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચેન્નઇએ રૈના અને હરભજનને સીઝનની શરૂઆતમાં છોડીને જવાના કારણે બંને ક્રિકેટર્સ સાથે હંમેશા માટે સંબંધ તોડવાનો નિર્ણય કરી લીધો છે એટલે કે ટીમ મેનેજમેન્ટ બંનેના કોન્ટ્રાક્ટને ખતમ કરવા જઇ રહ્યા છે. 


પોતાની વેબસાઇટ પરથી હટાવી દીધું બંનેનું નામ
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને દિગ્ગજ ક્રિકેટર્સના નામ તેમની આઇપીએલ ફ્રેંચાઇઝીને ના ફક્ત, પોતાની ઓફિશિયલ વેબસાઇટ પરથી હટાવી દીધા છે, પરંતુ નિયમોના અનુસાર બંનેના કોન્ટ્રાક્ટ ખતમ કરવાની પ્રક્રિયા પણ ચાલુ કરી દીધો છે. આઇપીએલની ગાઇડલાઇન્સ મુજબ 2018 સીઝન પહેલાં હરભજન અને રૈના સાથે સીએસકેએ 3 વર્ષનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો. આ કોન્ટ્રાક્ટ આઇપીએલ 2020 સીઝન ખતમ થતાં પુરો થઇ જશે. પરંતુ બંને ક્રિકેટર્સ હાલ ચાલી રહેલી સીઝનમાંથી પોતાનું નામ પરત લઇ લીધું છે.  


રૈનાને 11 અને ભજ્જીને આપી રહી હતી 2 કરોડ
આઇપીલ હરાજી બાદ કોન્ટ્રાક્ટની દ્રષ્ટિએ સીએસકેએ રૈના સાથે 11 કરોડ રૂપિયા પ્રતિ સીઝન અને પૂર્વ ભારતીય સ્પિનર ભજ્જી સાથે 2 કરોડ રૂપિયા પ્રતિ સીઝનની ડીલ સાઇન કરી હતી. સૂત્રોના અનુસાર આ સીઝનથી બહાર હોવાના લીધે તેમને ટીમની તરફથી ફીના રૂપે એકપણ રૂપિયો આપવામાં નહી આવે.


ઇનસાઇડ સ્પોર્ટ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સીએસકેના સીઇઓ કાસી વિશ્વનાથને ખેલાડીઓના કોન્ટ્રાક્ટ ખતમ કરવાના મુદ્દે મનાઇ કરી છે. તેમણે વધુ માહિતી ન આપતાં કહ્યું કે ખેલાડી ફક્ત ત્યારે વેતન મેળવી શકે છે, જ્યારે તે રમે છે, કારણ કે તે બંને (ભજ્જી અને રૈના) રમતા નથી તો તેમને પગાર આપવામાં ન આવે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube