નવી દિલ્હીઃ આઈપીએલની આગામી સિઝન માટે દિલ્હી ડેયરડેવિલ્સે ન માત્ર તેવર બદલ્યા છે પરંતુ આ ટીમે પોતાનું નામ પણ બદલી નાખ્યું છે. IPL-12મા આ ટીમ હવે દિલ્હી કેપિટલ્સના નવા નામ સાથે મેદાનમાં ઉતરશે. ટીમના નવા નામની જાહેરાત દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં દિલ્હી ફ્રેન્ચાઇઝીના માલિક GMR ગ્રુપે કરી હતી. 


અહીંથી આવ્યો વિચાર
આઈપીએલ ટીમ દિલ્હીનું નવુ નામ દિલ્હી કેપિટલ્સ, અમેરિકાની બાસ્કેટબોલ લીગની ટીમથી પ્રેરિત છે. અમેરિકામાં એક આઇસ હોકી ટીમનું નામ વોશિંગ્ટન કેપિટલ્સ છે, જે નેશનલ હોકી ગીલમાં રમે છે. 


IPL 2019: 18 ડિસેમ્બરે જયપુરમાં હરાજી, જાણો તેની સાથે જોડાયેલા તમામ Facts